સાયબર ગુનેગારોએ પોતાનો સકંજો ઔર વિસ્તાર્યેા છે અને હવે તો હદ થઈ ગઈ, ઓનલાઈન છેતરપીંડી કરવા માટે થઈને ભેજાબાજોએ રાષ્ટ્ર્રપતિને પણ ન છોડા. દ્રૌપદી મુર્મુની ફેસબુક આઈડી બનાવી અને પછી મેસેજ દ્રારા લોકો પાસેથી પૈસા માંગ્યા. મામલો પ્રકાશમાં આવતાં જ પોલીસે તપાસ શ કરી છે
સોશિયલ મીડિયા પર કોઇપણ વ્યકિતની ફેક પ્રોફાઇલ બનાવીને લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સાઓ વારંવાર સામે આવે છે. ઘણી વખત છેતરપિંડી કરનારાઓ હાઈ–પ્રોફાઈલ લોકોના નામે એકાઉન્ટ બનાવીને છેતરપિંડી કરે છે, પરંતુ ઝારખંડના રાંચી શહેરમાં આવો કિસ્સો સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.સાયબર ઠગોએ રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુના નામે નકલી એકાઉન્ટ બનાવ્યું અને મેસેજ દ્રારા લોકો પાસેથી પૈસા માંગ્યા. ઝારખંડના હજારીબાગમાં રહેતા ફેસબુક યુઝર મન્ટુ સોનીએ આ મામલે પોલીસને ફરિયાદ કરી છે. મામલો પ્રકાશમાં આવતાં જ પોલીસે તપાસ શ કરી હતી.
હજારીબાગના મન્ટુ સોનીએ પોલીસને જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા તેમને એક એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી જે રાષ્ટ્ર્રપતિના હોવાનું જણાય છે. તેમાં તેની પ્રોફાઈલ પિકચર અને અન્ય માહિતી હતી. રાષ્ટ્ર્રપતિના નામે બનેલી આ ફેક પ્રોફાઈલમાંથી તેને સૌથી પહેલા મેસેજ મળ્યો હતો. જેમાં લખ્યું હતું, જય હિંદ, કેમ છો? આ પછી સ્કેમરે લખ્યું, હત્પં ભાગ્યે જ ફેસબુકનો ઉપયોગ કં છું, મને તમારો વોટસએપ નંબર મોકલો.
આ પછી મન્ટુએ પોતાનો નંબર આપ્યો. થોડા કલાકો પછી, ફેસબુક મેસેન્જર પર એક સંદેશ આવ્યો જેમાં લખ્યું હતું, અમે તમારો નંબર સેવ કર્યેા છે અને તમને અમારો વોટસએપ કોડ મોકલ્યો છે, જે તમારા વોટસએપ પર મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને અમને ઝડપથી કોડ મોકલો. તે ૬ અંકનો કોડ છે.. આ મેસેજ મળતા જ મન્ટુને શંકા પડી અને ઝારખડં પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શ થઈ. સોશિયલ મીડિયા પર આવી ફરિયાદ મળતાની સાથે જ રાંચી પોલીસ એકશનમાં આવી અને તરત જ આ મામલાની નોંધ લીધી. પોલીસે મન્ટુ પાસે ફેસબુક પોસ્ટની વિગતો માંગી અને તપાસ શ કરી છે એસએસપી રાંચી ચંદન સિન્હાએ કહ્યું કે તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech