આ ખાસ મેચ, રમતગમતમાં મહિલાઓનું સેલિબ્રેશન છે: નીતા અંબાણી

  • April 17, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસ.એ. ગેમમાં ૧૯,૦૦૦થી વધુ દીકરીઓએ તા. ૧૬ એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરી

ગત તા. ૧૬મી એપ્રિલના રોજ, વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સ એક અનોખી પહેલની ઉજવણી કરવામાં આવી હતી, તે દિવસે ૩૬ એનજીઓમાંથી ૧૯૦૦૦ યુવા દીકરીઓ તથા ૨૦૦ સ્પેશિયલ ચિલ્ડ્રન ટીમને ચીયર કરી હતી, આ ઈવેન્ટ રિલાયન્સ ફાઉન્ડેશન અને મુંબઈ ઈન્ડિયન્સની પહેલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ઈ.એસ.એ.) નો ભાગ છે, જે અંતર્ગત દરેક સિઝનમાં ટીમ દ્વારા એમ. આઈ.ના શિડ્યુલમાં એક એવી મેચની યજમાની કરવામાં આવે છે,  જેમાં શહેરભરની એન.જી.ઓ.ના બાળકોને લાઈવ ગેમને માણવા તથા તેમના ફેવરિટ ક્રિકેટર્સ માટે ચીયર કરવા આમંત્રિત કરવામાં આવે છે. એમ.આઈ. વિ. કે.કે.આર.ની મેચ ઈ.એસ.એ.ની પહેલ - ઇ.એસ.એ. ડે ના ભાગરુપે દીકરીઓને પ્રોત્સાહિત કરવા સમર્પિત કરવામાં આવી છે.
આ નવતર પહેલ વિશે, નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, આ ખાસ મેચ રમત-ગમતમાં મહિલાઓનું સેલિબ્રેશન છે. આ વર્ષે સૌપ્રથમ વિમેન્સ પ્રિમિયર લીગના આયોજનની સાથે ભારતની મહિલા ક્રિકેટર્સ માટે સીમાચિહ્નરુપ શરુઆત જોવા મળી હતી. શિક્ષણ અને રમત-ગમતમાં દીકરીઓના અધિકારો પર પ્રકાશ પાડવા, અમે આ વર્ષની ઈ.એસ.એ. ઈવેન્ટ દીકરીઓને સમર્પિત કરી રહ્યા છીએ...! આ રવિવારે સ્ટેડિયમમાં આઈ.પી.એલ. મેચનો લાઈવ આનંદ માણવા વિવિધ એન.જી.ઓ.ની ૧૯,૦૦૦થી વધુ યુવા દીકરીઓને સાથે લાવવાનો રિલાયન્સ ફાઉન્ડેશનને ગર્વ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application