આ માણસને છે 4 પત્નીઓ અને બે ગર્લફ્રેન્ડ,ઈચ્છે છે 54 બાળકો

  • October 22, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક દેશમાં જ્યાં બહુપત્નીત્વ ગેરકાયદેસર છે ત્યાં ચાર પત્નીઓ અને બે ગર્લફ્રેન્ડ ધરાવતા એક પુરુષે 54 બાળકોનું લક્ષ્ય નક્કી કર્યું છે. તે માણસ કહે છે કે તે 'ગોડ ઓફ મેરેજ' બનવા માંગે છે. આ વ્યક્તિ છે 36 વર્ષીય રયુતા વતનબે જે જાપાનના ઉત્તરી હોક્કાઇડો પ્રાંતમાં રહે છે. તે બેરોજગાર છે અને છેલ્લા 10 વર્ષથી કામ નથી કરી રહ્યો. તે તેની પત્નીઓ અને ગર્લફ્રેન્ડની કમાણી પર ગુજરાન ચલાવે છે.



રિપોર્ટ અનુસાર, રયુતાના પહેલાથી જ 10 બાળકો છે. તેને તેની પ્રથમ પત્નીથી બે બાળકો છે અને તાજેતરમાં તેની ત્રીજી પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે. તે તેની ત્રણ પત્નીઓ સાથે એક જ છત નીચે રહે છે, જ્યારે તેની 24 વર્ષની ચોથી પત્ની તેનાથી અલગ રહે છે. રયુતાનો રોલ હાઉસ હસબન્ડનો છે. તે ઘરનું તમામ કામ કરે છે, રસોઈ બનાવે છે અને બાળકોની સંભાળ રાખે છે.



તેણે જણાવ્યું છે કે ઘરનો માસિક ખર્ચ અંદાજે 914,000 યેન (એટલે કે રૂ. 55 હજારથી વધુ) છે, જે તેની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ વચ્ચે વહેંચાયેલો છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેની બંને ગર્લફ્રેન્ડને મળ્યો હતો. તેની ચોથી પત્નીથી અલગ થયા પછી, રયુતો નવી પત્નીની શોધમાં છે.



જાપાની ટીવી શો અબેમા પ્રાઇમમાં ભાગ લેતી વખતે રયુતે કહ્યું, મને મહિલાઓ ખૂબ ગમે છે. જ્યાં સુધી આપણે એકબીજાને સમાન રીતે પ્રેમ કરીશું ત્યાં સુધી કોઈ સમસ્યા નહીં થાય.' આ બેરોજગાર પતિ 54 બાળકોનો પિતા બનવા માંગે છે.




રયુતાનું કહેવું છે કે તે જાપાનમાં સૌથી વધુ બાળકો પેદા કરવાનો 182 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને કહેવાતા ગોડ ઓફ મેરેજનું બિરુદ હાંસલ કરવા માંગે છે. રેકોર્ડ્સ અનુસાર, જાપાની શાસક ટોકુગાવા ઈનારીનું 1841માં અવસાન થયું હતું. તેમણે તેમના શાસનકાળ દરમિયાન 27 મહિલાઓ સાથે સંબંધ બાંધીને 53 બાળકોને જન્મ આપ્યો હતો. આ વ્યક્તિનું કહેવું છે કે જો તે 54 બાળકો પેદા કરશે તો તેનું નામ પણ ઈતિહાસમાં નોંધાઈ જશે. તેથી હવે તે નવી પત્નીઓની શોધમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application