VIDEO: ઓછી મહેનતે ઝડપથી કામ કરવાનો આ દેશી જુગાડ સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે વાયરલ

  • July 07, 2023 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાઈરલ થશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. ક્યારેક કોઈ કારને હેલિકોપ્ટર બનાવે છે, તો ક્યારેક કોઈ ઈંટમાંથી કૂલર બનાવે છે. હવે આવો જ એક નવો જુગાડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ જુગાડ સાથે કંઈક એવું કર્યું છે, જે દરેકને પસંદ આવી રહ્યું છે અને લોકોને ખૂબ કામમાં પણ આવી રહ્યું છે. તમે આવા ઘણા વિડિયો જોયા હશે જેમાં લોકો અદ્ભુત મશીનો બનાવવા માટે મૂળભૂત વસ્તુઓનો ઉપયોગ કરતા જોવા મળે છે.

@TansuYegen દ્વારા ટ્વિટર પર આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે અને તેમાં કામદારોનું એક જૂથ દિવાલ બનાવી રહ્યું છે. જેમ જેમ ક્લિપ આગળ વધે છે તેમ, લાકડાના પાટિયાના એક છેડે બે કામદારો બેઠેલા જોવા મળે છે. વધુ બે કામદારો પાટિયું ઉપાડતા વારાફરતી જોઈ શકાય છે જેથી એક કામદાર ઈંટ ઉપાડી બીજા કામદારને આપી શકે જે તેને દિવાલ પર મૂકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application