'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો લોકો વચ્ચે ચર્ચાનો વિષય છે. બોલિવૂડની આ હસીનાઓ જેઓ આજે નંબર વન એક્ટ્રેસ છે, એમને સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી ડેબ્યુ કર્યું હતું. અને આજે એકચક્રી શાશન ભોગવી રહી છે.છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે.
'પુષ્પા', 'આરઆરઆર' અને કેજીએફ 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી બોલીવુડ ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી. એવામાં ફેન્સ વચ્ચે 'સાઉથ Vs બોલિવૂડ' ચર્ચાનો વિષય બન્યો છે. આ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એકબીજા સાથે ગાઢ કનેક્શન છે?
સાઉથના ઘણા પ્રખ્યાત કલાકારોએ બોલિવૂડમાં કામ કર્યું અને નામ અને ખ્યાતિ મેળવી. તે જ સમયે, સાઉથની ફિલ્મોના હિન્દી વર્ઝન વર્ષોથી બની રહ્યા છે અને આ રિમેકમાંથી કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી છે. શું તમે જાણો છો કે બોલિવૂડની આ હસીનાઓ જેઓ આજે નંબર વન એક્ટ્રેસ છે, એમને એક સમયે સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી ડેબ્યુ કર્યું હતું. આ યાદીમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને શ્રીદેવી-રેખાના નામ સામેલ છે.
આ લીસ્ટમાં પહેલું નામ બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણનું છે. દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત 2006માં આવેલી ફિલ્મ 'ઐશ્વર્યા'થી કરી હતી. આ પછી તે વર્ષ 2007માં શાહરૂખ ખાન સાથે 'ઓમ શાંતિ ઓમ'માં જોવા મળી હતી.અભિનેત્રી કૃતિ સેનને પણ સાઉથ સિનેમાથી કરિયરની શરૂઆત કરી હતી. તેણીએ 2004માં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની સાથે 'નેનોક્કડિન'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
યામી ગૌતમે પણ કન્નડ ફિલ્મ 'ઉલ્લાસ ઉત્સાહ'થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ દિવસોમાં તે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આર્ટિકલ 370'ને કારણે ચર્ચામાં છે.તાપસી પન્નુએ તેલુગુ ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય અભિનેત્રીએ બીજી ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.
બોલિવૂડ બાદ પ્રિયંકા ચોપરાએ હોલીવુડની ફિલ્મોમાં પણ શાનદાર કામ કર્યું છે. હવે તે ગ્લોબલ આઈકન બની ગઈ છે, તેની એ પણ સાઉથની ફિલ્મોથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 'એમએસ ધોની' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર દિશા પટાનીએ તેલુગુ ફિલ્મ 'લોફર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી.
શ્રીદેવીએ પણ પોતાના કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. 4 વર્ષની ઉંમરે, તેણીએ 1967માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ કંદન કરુણાઈમાં અભિનય કર્યો હતો સાથે જ રેખા અને એશ્વર્યા રાય બચ્ચને પણ તેમના ફિલ્મી કરિયરની શરુઆત સાઉથ ઇન્ડસ્ટ્રીથી કરી હતી .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech