કોઈ કે કલેકટરના નામે ધુપ્પલ ચલાવ્યું કે લોકમેળામાં સ્ટ્રકચરની જરૂર નથી

  • August 16, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના રેેસકોર્સ મેદાનમાં આગામી તા.૨૪થી ૨૮ સુધી પાંચ દિવસ યોજાનારા લોકમેળામાં આ વખતે નિયમોને લઈને થોડી વધુ કઠણાઈ હતી. લોકમેળામાં રાઈડસમાં સોઈલ ટેસ્ટ અને ફાઉન્ડેશન ફરજિયાત કરવા પડશે, એસઓપીનું પાલન કરવું પડશે તે બાબતને લઈને કલેકટરના નામનો એક ફેક ઓડિયો વાયરલ થયો હતો કે લોકમેળામાં હવે સ્ટ્રકચરની જરૂરિયાત નહીં રહે. આ બાબતે ખુદ કલેકટરે સ્પષ્ટતા કરી છે કે પોતાના કે તત્રં તરફથી આવી કોઈ સુચના અપાઈ નથી અને આ વાયરલ ઓડિયો ફેક છે. મેળામાં એસઓપીનું પાલન કરવું ફરજિયાત છે.
એક વાયરલ ઓડિયોમાં પુરુષ વ્યકિત એવા શબ્દો ઉચ્ચારી રહ્યો છે કે લોકમેળા બાબતે રાજકોટના કલેકટરનું અંગત નિવેદન રેસકોર્સના મેદાનની જમીન પકડવાળી હોવાથી સોઈલ ટેસ્ટ રિપોર્ટ ૧૦૦ ટકા હકારાત્મક આવશે એટલે સ્ટ્રકચર બનાવવાની જરૂર રહેશે નહીં. આ વાયરલ ઓડિયોને લઈને મેળામાં ખાસ તો રાઈડસ માટે તૈયારી કરનારા ધંધાર્થીઓમાં કોઈકને રાજીપો અથવા અસમંજસ ઉભી થઈ હતી કે આ સૂચના સાચી છે કે ખોટી? અને આ બાબતે રાઈડસ સંચાલકો તેમજ મેળાના અન્ય ધંધાર્થીઓમાં પણ અંદરો અંદર ચર્ચા ચાલવા લાગી હતી. ઘણા ખરાએ તો જો આ સૂચના સાચી હોય તો કેવું સારું માનીને હાંશકારો અનુભવ્યો હતો.
આ વાયરલ ઓડિયો બાબતે કલેકટર પ્રભવ જોશીએ કહ્યું હતું કે, આવી કોઈ સૂચના કે નિવેદન પોતે કે કલેકટર તત્રં તરફથી પણ કોઈએ આપ્યું નથી. આ વાયરલ ઓડિયો ફેક છે એસઓપીનું પાલન કરવું પડશે અને નિયમ મુજબ સોઈલ ટેસ્ટ કરાવો પડશે અને ફાઉન્ડેશન સહિતની બધી બાબતોનું પણ પાલન કરવાનું રહેશે. કદાચ આ વાયરલ ઓડિયો બાબતે પોલીસ ફરિયાદ પણ કલેકટર તત્રં દ્રારા કરવામાં આવે તો ના નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application