વડિયા કુંકાવાવ તાલુકાના લોકોની મુશ્કેલીઓ દૂર કરવા નાયબ મુખ્ય દંડક વેકરીયા અને સાંસદ દ્રારા મામલતદાર ઓફિસમાં લોકદરબાર યોજાયો હતો તેમાં સમગ્ર તાલુકાના તમામ ગામોથી કોઈ પણ પક્ષપાત રાખ્યા વગર સરપંચો, આગેવાનો પોતાના ગામ અને વિસ્તારના તંત્રમાં અટવાયેલા પ્રશ્નો અને પોતાની માંગણીઓ લઇ આવ્યા હતા તેમાં અનેક રજુવાતો કરેલી હતી જયારે સમગ્ર કાર્યક્રમ માં ઘણી મહત્વની ઘટનાઓ જોવા મળી જેમા કાર્યક્રમ સ્થળે ખુબ અવ્યવસ્થા સર્જાતા સીડી પર લટકતા અરજદારો, વૃદ્ધલોકો જોવા મળ્યા, ઘણા લોકો પ્રશ્નો પૂછવા આવ્યા તે નિરાશ ભીડ જોઈ ને પરત ફરતા જોવા મળ્યા તો ઘણા હોદેદારો હાજર હોવા છતા મૂંગા અને ચૂપ જોવા મળ્યા. આ કાર્યક્રમ બાદ તેની વડિયાના લોકોમાં ચર્ચાતી વિગતો જોવા જઈએ તો ઘણા લોકોએ એવા નિવેદનો જાહેરમાં આપતા જોવા મળ્યા કે વડિયા ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે ગામના સુરગપરા અને કૃષ્ણપરાના અનેક રસ્તાઓ, ગટર, સ્વચ્છતા, ગંદકી, શિક્ષણ અને વિકાસની સુવિધાઓ બાબતે પ્રશ્નો હોવા છતાં વડિયા સરપચં સમગ્ર કાર્યક્રમ સામે ઉભા રહીને નિહાળવા આવ્યા હોય તેમ ફકત એક વડિયા સરપચં મનીષભાઈ ઢોલરીયા એ કોઈ રજુવાત નોં કરતા સમગ્ર ગામમાં સરપંચને કઈ પડી જ નથી! તેવા વહેણો સાંભળવા મળ્યા હતા તો ગ્રામજનો માં તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા, પત્રકાર ભીખુભાઇ વોરાએ વડિયાની સમસ્યાઓ ધ્યાને મૂકી હતી તો ગ્રામપંચાયતના સદસ્ય નિલેશભાઈ પરમાર દ્રારા ગ્રામપંચાયત વિદ્ધમાં કૃષ્ણપરાના બિસ્માર કાદવ કીચડ વાળા રસ્તાઓને નવા બનાવવા બાબતે રજુઆત કરતા ગ્રામપંચાયતના સભ્ય જો ધારાસભ્યના લોકદરબારમાં ગ્રામપંચાયત વિદ્ધ ફરિયાદ કરતા હોય અને ધારાસભ્ય મોટી જનસંખ્યા વચ્ચે સરપચં પાસે કામની ઉઘરાણી કરતા હોય ત્યારે સરપંચને ગામના વિકાસ કાર્યેા માટે કંઈક તો મુશ્કેલીઓ છે જ તેવુ સાબિત કરે છે. ત્યારે સરપંચને ચૂંટાયાના બે વર્ષથી વધુ સમય થયો પરંતુ વડિયા ગામમાં વિકાસના નામે મીંડુ જોવા મળી રહ્યું છે અને ગામના લોકો અનેક સમસ્યાઓથી પીડાઈને સરપંચને મત આપી પસ્તાઈ રહ્યા કહેતા જોવા મળ્યા છે.ગામ માં સરકારી ગ્રાન્ટ ના બદલે લોકો પાસેથી ફાળા ઉઘરાવી કાર્યેા થાય છે ત્યારે સરકારી ગ્રાન્ટ વાપરવામાં વડિયા સરપંચને કેમ પેટના દુખાવા થાય છે તે તો એમનો અંતર આત્મા જ જાણે આ સમગ્ર ઘટના પરથી ગામલોકો ણો સરપચં પ્રત્યે ણો વિરોધ જોતા એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં વડિયાના લોકો જ સરપંચને કામ ના કરવા હોય તો રાજીનામુ આપો આવુ રોકડું પારખાવે તો નવાઈ નહિ.આ બાબતે નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા આગળ આવી વડિયાના લોકોના પ્રશ્નો સંભાળી વિકાસ તરફ ધ્યાન આપે તેવુ વડિયાના લોકો ઈચ્છા દર્શાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech