પોરબંદરના એકમાત્ર ફૂલસાઇઝ સાંધ્ય દૈનિક ‘આજકાલ’નો કોઇ વિકલ્પ નહીં

  • April 02, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર  ‘આજકાલ’નો બાવીસમાં મંગલ વર્ષમાં પ્રવેશ થતા તેના વાચકોએ ‘આજકાલ’ પ્રત્યેના ભાવ પ્રગટ કર્યા હતા.
તા. બીજી એપ્રિલ ૨૦૦૪માં ‘આજકાલ’ પોરબંદરની આવૃતિની શુભ શ‚આત કરવામાં આવેલ પાર્થભાઇ જોશીએ અભ્યાસ પૂર્ણ કરી એફિસે બેસી પત્રકારિતાની શુભ શ‚આત કરેલ અને ‘આજકાલ’ પોરબંદર આવૃત્તિની કપ્તાની એમને સોંપવામાં આવેલ.
સ્વ. પ્રકાશભાઇ જોશીના માર્ગદર્શનથી પાર્થભાઇ જોશીએ પોતાની પત્રકારીતાની કલમ વડે ધીરે ધીરે આગળ વધતા ગયા. ગાડી સુપરફાસ્ટ ચાલતી ગઇ. આજે એકવીસ  વર્ષ પૂર્ણ કરી બાવીસમાં વષમાં મંગલપ્રવેશ કરેલ છે ત્યારે પોરબંદરવાસીઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
પોરબંદરના જુનાને જાણીતા શેરબઝારના વેપારી શૈલેષભાઇ ઠાકર, ‘આજકાલ’ની એકવીસ વર્ષની સફરને યાદ કરતા વેપારીઓએ જણાવેલ કે પાર્થભાઇ ઓફિસે બેસી પત્રકાર તરીકેની શ‚આત કરતા ત્યારે શ‚આત કરતા ત્યારે ધનરાજગૃપના મોભી ધનરાજભાઇ જેઠાણી, મેનેજીંગ ટ્રસ્ટી અનીલભાઇ જેઠાણી, મેનેજીંગ ડાયરેકટર ચંદ્રેશભાઇ જેઠાણીએ સ્વ. પ્રકાશભાઇ જોશી સાથે વાત કરી પાર્થભાઇ જોશીને ‘આજકાલ’ની કપ્તાની સોંપેલ.
પાર્થભાઇ જોશીની કપ્તાનીમાં વાઇસ કેપ્ટન જિજ્ઞેશભાઇ પોપટ  સાથે ‘આજકાલ’ પોરબંદરે ધુમ મચાવેલ. ગૃપ એડીટર કાનાભાઇ બાંટવા દ્વારા જ‚રી સલાહસુચન વખતોવખત મળતા ‘આજકાલ’ ધીરેધીરે દોડવા લાગેલ. પછી પાર્થભાઇના મેરેજ થતા તેમના ધર્મપત્ની  કીર્તનાબેન જોશી પણ પત્રકારિતામાં નિપુણ હોય એમણે પણ ‘આજકાલ’ને  લોકપ્રિય બનાવવા માટે જ‚રી સુચન આપવામાં આવતા વખતોવખત માર્ગદર્શન આપવામાં આવતુ. શૈલેષભાઇ ઠાકર દ્વારા જુની યાદો તાજી કરતા જણાવેલ કે નિવાસી તંત્રી પાર્થભાઇ જોષી, સહતંત્રી જિજ્ઞેશભાઇ પોપટ દ્વારા વાચકોને જકડી રાખવા માટે પોતાના જ્ઞાનની ગંગા વહાવી દેવામાં આવેલ લોકોને કેમાં રસ છે?  વધુને વધુ લોકો કેમ છાપા વાચતા થાય ? એ કળામાં જિજ્ઞેશભાઇ પોપટ માસ્ટરી  ધરાવે છે. વધુને વધુ છાપાનું વેચાણ થાય. લોકો વાંચે એ માટે રાતદિવસની મહેનતથી પોરબંદર ‘આજકાલ’ આવૃતિ નંબર  વન બની ગયેલ.
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જિલ્લાના પૂર્વ મહિલા પ્રમુખને હાલના પાયોનીયર મહિલા વિંગના પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકરના જણાવ્યા અનુસાર મહિલાઓમાં પણ ‘આજકાલ’ પેપર ખુબજ લોકપ્રિય છે અને ઘરે -ઘરે  વંચાય છે. વયોવૃધ્ધ સામાજિક  કાર્યકર અરજનભાઇ મઢવી વર્ષોથી ‘આજકાલ પેપર વાંચે છે. ‘આજકાલ પોજીટીવ અખબાર છે.બંધન બેન્કના કેશીયર શુભમભાઇ ઠાકરે પોતાના બાળપણની યાદ તાજી કરતા જણાવેલ કે હું નાનો હતો ત્યારે મારા ફાધર સાથે મારા જન્મદિવસનો ફોટો ‘આજકાલ’ ઓફિસે દેવા જતો ત્યારે સ્વ. પ્રકાશભાઇ જોશી હસીને પૂછતા દીકરા તને કેટલા વર્ષ  થયા?  બાળકોમાં પણ  ‘આજકાલ’ અતિ લોકપ્રિય છે. શૈલેષભાઇ ઠાકર દ્વારા કુબેર લાઇફ સ્ટાઇલમાં વેપારીઓની ચર્ચામાં ‘આજકાલ’ના સહતંત્રી  જિજ્ઞેશભાઇ પોપટ સ્વ. પ્રકાશભાઇ જોશીના દેહાન્ત બાદ પાર્થભાઇ જોશી રાજકોટ રહેતા હોવાથી ‘આજકાલ’ના સમાચારનીની તમામ જવાબદારી પોતાના ઉપર લઇ દિવસ-રાત જોયા વગર પોરબંદરના તમામ વિસ્તારમાં ફરી નાનામાં નાની વિગત મેળવી પ્રકાશિત કરી ‘આજકાલ’ને હરણફાળ ભરાવી દીધેલ સાથે કાજલબેન મોઢા દ્વારા  અમૂલ્ય સહકાર મળે છે. બ્રાન્ચ મેનેજર કિરીટભાઇ જોશી તથા ‘આજકાલ’ની પૂરી ટીમને પોરબંદરના વેપારીઓ, સરકારી અધિકારીઓ સામાજિક  સંસ્થાઓ મહિલા અગ્રણીનો વતી ‘આજકાલ’ના બાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશની શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. 
‘આજકાલ’ ન્યૂઝપેપર ઓનલાઇનને ડીજીટલમાં પણ અગ્રેસર રહ્યુ છે. શૈલેષભાઇ  ઠાકર આગળ વાત કરતા જણાવેલ કે મોબાઇલમાં બ્રેકીંગ ન્યૂઝ પૂરા આવે છે. હજારો લોકો ઓનલાઇન મોબાઇલમાં સમાચાર વાંચતા હોય છે. પણ જિજ્ઞેશભાઇ પોપટની કલમની સાચી મહેક માટે ‘આજકાલ’ અખબાર વાંચવુ જ પડે. ઘણાને છાપાનું વ્યસન થઇ ગયેલ છે. છાપુ ન વાંચે તો મજા જ ન આવે.  ‘આજકાલ’ પેપર પોરબંદરવાસીઓનું પોતીકુ પારિવારિક છાપુ છે. જે સહુકોઇ વાંચે છે. 
ન્યૂઝપેપરના વાંચક તરીકે શૈલેષભાઇ ઠાકર દ્વારા વેપારીઓને જણાવેલ છે કે સ્વ. પ્રકાશભાઇ જોશીએ જિજ્ઞેશ પોપટને ‘આજકાલ’ ‚પી સીડી આપેલ કે આપના જ્ઞાનની ગંગા વહેવડાવો અને આગળ વધો. જિજ્ઞેશભાઇ પોપટ દ્વારા  જ્ઞાન‚પી વાચકોને સ્વાદિષ્ટથાળ ‚પી લેખો લખી ‘આજકાલ’ને સુપરહીટ બનાવી આપેલ. પોતે પણ પોરબંદર પત્રકાર જગતના સુપરસ્ટાર બની ગયેલ આજ કોઇ ઘર એવું નહીં હોય કે લોકો જિજ્ઞેશભાઇ પોપટને ઓળખતા ન હોય.
‘આજકાલ’ ના બાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશની વેપારીઓ દ્વારા અનેરી ઉજવણી કરવામાં આવેલ. ‘આજકાલ’ના નાનામાં નાના કર્મચારીની કામગીરી શબ્દોથી બિરદાવી.  ‘આજકાલ’ ના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવેલ. શૈલેષભાઇ ઠાકર દ્વારા વર્ષોવર્ષ બહોળો ફેલાવો થાય અને વિશાળ નેટવર્ક દ્વારા વધુને વધુ આધુનિક સ્વ‚પમાં પેપર પોરબંદરવાસીઓને વાંચવા મળે એવી શુભકામના.. હેપ્પી બર્થડે... આજકાલ...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application