બ્રાઝિલમાં છે એક એવો ટાપુ જ્યાં ચાલે છે સાપનું રાજ...અહીં જે વ્યક્તિ જાય છે તે જીવતો પાછો નથી આવતો

  • March 04, 2023 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે જે રહસ્ય અને અજાયબીઓથી ભરેલી છે. ઘણી એવી જગ્યાઓ પણ  છે જ્યાં કુદરતની સુંદરતા તો જોવા મળે છે, પરંતુ તે જગ્યા એટલી જ જોખમોથી ભરેલી છે. શું તમે ક્યારેય એવી જગ્યાઓ વિશે સાંભળ્યું છે જ્યાં માણસો નહિ પરંતુ સાપ રાજ કરે છે.  તો આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જવું જોખમોથી ભરેલું છે. આ જગ્યાએ એટલા બધા સાપ રહે છે કે જો કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે ત્યાં જાય તો પણ તેના જીવતા પાછા આવવાની આશા રાખી શકાય નહીં.


વાસ્તવમાં, આ ખતરનાક જગ્યા બ્રાઝિલમાં છે, જે 'સ્નેક આઇલેન્ડ' તરીકે ઓળખાય છે. આ ટાપુનું સાચું નામ'ઇલ્હા ડી ક્વિમાડા' છે. જો કે આ આઈલેન્ડ દૂરથી ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ આઈલેન્ડ પર દુનિયાના સૌથી ખતરનાક સાપ જોવા મળે છે. સ્નેક આઇલેન્ડમાં વાઇપર પ્રજાતિના સાપ પણ જોવા મળે છે. આ પ્રજાતિના સાપમાં પણ ઉડવાની ક્ષમતા હોય છે. એવું કહેવાય છે કે આ સાપનું ઝેર એટલું ખતરનાક છે કે માણસનું માંસ પણ ઓગાળી નાખે છે.
​​​​​​​

આ ટાપુ પર વિવિધ જાતિના 4000 થી વધુ સાપ છે. બ્રાઝિલની નૌકાદળે આ જગ્યાએ સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ટાપુ પર સંશોધન માટે માત્ર સાપ સંબંધિત નિષ્ણાતોને જ જવા દેવામાં આવે છે. જો કે તેઓ પણ દરિયાકાંઠાના વિસ્તારમાં સંશોધન કરીને જ પાછા ફરે છે. તેમનામાં ટાપુની અંદર સુધી જવાની પણ હિંમત નથી. જો કે, કેટલાક શિકારીઓ પણ આ ટાપુ પર જાય છે અને ગેરકાયદે રીતે સાપ પકડીને વેચે છે. અહીં મળેલા ગોલ્ડન લાન્સહેડ વાઇપરની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 18 લાખ રૂપિયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application