સિકકા દરીયા કિનારેથી લોખંડની પ્લેટોની ચોરી

  • May 19, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આશરે ૩૦૦ કીલો ટુકડા ચોરી જતા પોલીસની તપાસ

જામનગર તાબેના સિકકા દરીયા કીનારે બાર્ઝની બાજુમાં જુની લોખંડની પ્લેટોના ટુકડાની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે. જે મામલો પોલીસ મથકે પહોચતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના અંબાવિજય સોસાયટી, કૃણાલ પરીસા એપાર્ટમેન્ટ નં. બી-૨/૦૨ ખાતે રહેતા વેપારી ધવલ કિશોરભાઇ બદીયાણીએ ગઇકાલે સિકકા પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરીયાદ કરી હતી.
વિગત મુજબ ફરીયાદીની ભવ્ય એન્જીનીયરીંગ વર્કસ સાઇડમાંથી ગત તા. ૧૬ના સમય દરમ્યાન સિકકા દરીયા કિનારે બાર્ઝ રીપેરીંગ માટેના કટીંગ જુની લોખંડની પ્લેટોના ટુકડા આશરે ૩૦૦ કીલો કિ. ૧૨૦૦૦ની કોઇ અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી ગયા હતા.

**

એસટી બસ સ્ટેન્ડ પાસે રીક્ષાચાલક પર પાઇપથી હુમલો

જામનગરના દિ.પ્લોટ-૪૯ ખાતે રહેતા રીક્ષા ડ્રાઇવર કલ્યાણજી વેરશીભાઇ કટારીયા (ઉ.વ.૭૨) એ રીક્ષા નં. જીજે૩યુ-૮૯૪ના ચાલક કેશવજી ઉર્ફે કેશીયો સીંધી લુહાણાની સામે ફરીયાદ કરી હતી.
ગઇકાલે સવારે આરોપી એસટી બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડે કેળાની રેકડીવાળાને રેકડી સાઇડમાં લેવા બાબતે ગાળો આપતો હતો જેથી ફરીયાદી કલ્યાણજીભાઇએ આરોપીને રેકડીવાળાને અપશબ્દો દેવાની ના પાડતા આરોપી કેશવજીએ ઉશ્કેરાઇને ફરીયાદીને અપશબ્દો કહી પાઇપ વડે હુમલો કરી એક ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડીને નાશી છુટયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application