દરેડમાં ર.૩૦ લાખના પિતળના છોલની ચોરી

  • May 25, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલેરો ગાડીમાં છોલ ઉતારવા જનાર સામે ફરિયાદ: અંદાજે પ૦૦ કીલો છુપાવ્યો

જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેસ ૩ માં બ્રાસના કારખાનેથી ભઠ્ઠીમાં પીતળનો છોલ બાચકામાં ભરીને ઉતારવા જતી વેળાએ એક શખ્સે ર.૩૦ લાખની કિંમતનો છોલ ચોરી કરી લીધાનું સામે આવતા આ મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને લાખાબાવળના શખ્સ સામે ગઇકાલે ચોરીની ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરમાં ઇન્દીરા પાર્ક શાંતિ હારર્મોની એફ વીંગ ફલેટ નં. ૮૦૪ ખાતે રહેતા વેપારી વિરલ મનસુખભાઇ લક્કડ એ ગઇકાલે પંચકોશી બીમાં લાખાબાવળ ગામના રામ રબારીની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૮૦ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ ફરિયાદી વિરલભાઇના દરેડ જીઆઇડીસી ફેસ ૩ પ્લોટ નં. ૪પ૭૭ માં આવેલા પ્રેશીયર્સ મેટલ્સ ઇન્ડસ્ટ્રીઝ નામના બ્રાસપાર્ટના કારખાનામાં ભાડેથી ફેરા કરતા આરોપી એ પોતાની પીકઅપ બોલેરો ગાડી નં. જી.જે.૧૧.વીવી.૧૯૭૪ માં ગત તા. ર૧/૦પ/ર૦ર૩ ના સમય દરમ્યાન ફરિયાદી વેપારીના બ્રાસના કારખાનેથી બ્રાસની આઇટમો બનાવતા વધતો પીત્તળનો છોલ બાચકામાં ભરી ભઠ્ઠીમાં ઉતારવા જતી વેળાએ અલગ અલગ રીતે બાચકામાંથી આશરે ૪૦૦ થી પ૦૦ કીલો છોલ જેની કિંમત રુા. ર.૩૦ લાખ આરોપીએ તેની ગાડીમાં છુપાવીને ચોરી કરી લીધો હતો.
આ અંગેની ફરિયાદના આધારે પંચ બીના પીએસઆઇ મોરી અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપીની વિધિવત ધરપકડ માટે કાર્યવાહી આગળ ધપાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application