શીતલ પાર્કમાં કરિયાણાની દુકાનના પતરા તોડી રૂ .12 હજારની ચોરી

  • December 12, 2023 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના શીતલ પાર્ક મેઇન રોડ પર આવેલી વસુંધા સોસાયટીમાં કરિયાણાની દુકાનમાંથી રૂપિયા 12 હજારની ચોરી થયા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરી કરનાર શખસ રોકડ રકમ ઉપરાંત તેલનું કેન અને ડ્રાયફ્રુટ પણ ચોરી કરી ગયો હતો.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગાયકવાડી 9 માં ગાયત્રી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ દયાલદાસભાઈ સંગતાણી(ઉ.વ 32) નામના સિંધી વેપારીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને શીતલ પાર્ક મેઇન રોડ પર વસુધા સોસાયટીમાં વિશાલ માર્ટ નામની કરિયાણાની દુકાન આવેલી છે.
ગત તા. 10/12 ના બપોરના ત્રણેક વાગ્યા આસપાસ તેઓ દુકાન બંધ કરી ઘરે ગયા હતા અને બાજુમાં બીજા દિવસે સવારે 10:30 વાગ્યે અહીં દુકાને આવતા દુકાનનું તાળું ખોલી અંદર જોતા સામાન વેરવિખેર હતો દુકાનની ઉપરના પતરા તોડી કોઈ શખસે દુકાનમાં પ્રવેશ કરી ચોરી કયર્નિું માલુમ પડ્યું હતું. દુકાનમાંથી ગલ્લામાં રહેલ રોકડ રૂપિયા 3000 તેમજ રૂપિયા 1000 નું ચિલ્લર તથા દુકાનમાં રહેલ તેલનું કેન, બિસ્કીટ અને ડ્રાયફ્રુટ સહિત રૂ.8,000 નો સામાન મળી કુલ રૂપિયા 12000 ની મત્તા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગળ મેળવવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application