મોરબીનો ડોકટર પરિવાર લગ્નમાં ગયો અને મકાનમાંથી ૪.૩૫ લાખની ચોરી

  • February 10, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાઘપરામાં રહેતા ડોકટર પરિવારના સભ્યો સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે ડોકટરના બધં મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી રોકડ  ૨.૯૦ લાખ અને ૧.૪૫ લાખની કિમતના દાગીના સહીત કુલ  ૪.૩૫ લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના વાઘપરા શેરી નં ૦૮માં રહેતા ડો. રવિભાઈ મોરારજીભાઈ કણઝારીયાએ અજાણ્યા ઈસમો વિદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ડોકટર, તેના પત્ની અને દીકરો એમ પરિવારના સભ્યો લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ઘરે તાળું માયુ હતું અને તા. ૦૮ ના રોજ સવારના કાકાના દીકરા ચિરાગભાઈ કણઝારીયાનો ફોન આવ્યો હતો કે ઘરે કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ભાગી ગયા છે ઘરના દરવાજાનો લોક તૂટેલો છે જેથી લીંબડી ખાતેથી ઘરે પરત આવી જોયું તો મકાનનું તાળું તૂટેલું હતું અને ઉપરના માળે પણ દરવાજાનો લોક તૂટેલ હતો દરવાજાના નકુચા તૂટેલા હતા રૂમ અંદર જઈને તપાસ કરતા કબાટના લોક તૂટેલ હતા
કબાટની તિજોરીમાં રાખેલ રોકડ  ૨,૯૦,૦૦૦ તેમજ કબાટમાં રાખેલ સોનાની લક્કી પંદર ગ્રામ, સોનાનું મંગલસૂત્ર આશરે ૨૦ ગ્રામ, સોનાની બુટી નગં ૦૪, સોનાની ચીપ વાળા પાટલા નગં ૦૨ અને સોનાની ચીપ વાળી બંગડી નગં ૦૪ અને ચાંદીનું એક દિવેલીયુ, ચાંદીના ગ્લાસ ચાર નગં અને ચાંદીના સાંકળા મળીને  ૧,૪૫,૦૦૦ ના દાગીના ચોરી થયા છે તસ્કરો ઘરના દરવાજાના તાળા તોડી રોકડ  ૨.૯૦ લાખ અને સોના ચાંદીના દાગીના  ૧.૪૫ લાખ મળીને કુલ  ૪,૩૫,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application