ક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપાયું: રાકેશ રાજદેવ,મીતના નામ ખુલ્યા

  • February 21, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં ચાલી રહેલ ટ્રોફી દરમિયાન ક્રિકેટ સત્તાના મસમોટા નેટવર્કનો એસએમસીની ટીમે પર્દાફાશ કર્યેા છે. એસએમસીએ અમદાવાદમાં નાનાચિલોડા વિસ્તારમાં રહેતા હરેશ મુલચંદાણી નામના શખસને ઝડપી લીધો હતો જેની પૂછપરછમાં આઈડી આપનાર તરીકે રાજકોટના રાકેશ રાજદેવ ઉર્ફે આર આર, રાજકોટના મીત,રીઢા બુટલેગર વિનોદ સિંધી અને કેતન દેસાઈ તથા ગિરીશ પટેલ ઐંઝાના નામ સામે આવ્યા હતા. આ આઇ.ડી પૈકી એક આઈડી માં ૨.૬૦ કરોડનું બેલેન્સ યારે અન્ય આઈડીમાં ૨૦ લાખ અને ત્રીજી આઈડીમાં ૧૧.૫૨ લાખનું બેલેન્સ જોવા મળ્યું હતું. આ મામલે સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમે ક્રિકેટ સટ્ટાના નેટવર્કમાં ભાગીદાર મનીષ ઉર્ફે ગીલી તથા દુબઈથી સટ્ટાનું નેટવર્ક ચલાવનાર લિસ્ટેડ બુટલેગર વિનોદ સિંધી, રાકેશ રાજદેવ, રાજકોટના મીત સહિત કુલ ૧૬ આરોપીઓ વિદ્ધ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલમાં ચાલી રહેલી ચેમ્પિયન ટ્રોફી દરમિયાન ક્રિકેટ સત્તાની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે રાય પોલીસવડા વિકાસ સહાયની સૂચના હેઠળ એસએમસીના વડા નિર્લિ રાયના સુપરવિઝનમાં ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા ટીમો કામે લગાડવામાં આવી હતી.
દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.જી.ખાંટને એવી બાતમી મળી હતી કે, અમદાવાદમાં નવા શાહીબાગ પાસે નાના ચિલોડા નજીક કૈલાશ રેજોઇસ–૧ માં રહેતો હરેશ પ્રેમચદં મુલચંદાણી પોતાના ઘરે બેસી હાલમાં દુબઈ ખાતે ચાલતી ચેમ્પિયન્સ ટ્રોફીની વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનમાં ક્રિકેટ એપ્લિકેશન પર જુગાર રમાડી રહ્યો છે.
આ બાતમીના આધારે એડીજીપી પાસેથી વોરટં મેળવી સ્ટેટ મોડીટરિંગ સેલની ટીમે નાનાચિલોડામાં કૈલાશ રેજોઈશ–૧ એ ૬૦૨ નંબરના લેટમાં રહેતા હરેશ ઉર્ફે હ પ્રેમચદં મૂલચંદાણીના લેટમાં દરોડો પાડી અહીંથી રોકડ પિયા ૪.૧૧ લાખ, બે મોબાઈલ સહિત . ૪.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ઝડપાયેલા આરોપી હરેશ મૂલ ચંદાણીની પૂછતાછ કરતા મનીષ ઉર્ફે ગીલી અશોકકુમાર કૃષ્ણાની (રહે. અમદાવાદ) સાથે ભાગીદારીમાં આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો હોવાનું તેમજ આઇ.ડી આપના તરીકે લિસ્ટેડ બુટલેગર વિનોદ મુરલીધર ઉદવાણી (રહે. દુબઈ), કેતન દેસાઈ (રહે. અમદાવાદ), ગીરીશ ઉર્ફે ટોમી પરસોત્તમ પટેલ (રહે. ઐંઝા, મહેસાણા),મીત (રહે. રાજકોટ), રાકેશ રાજદેવ ઉર્ફે આર આર તેમજ અન્ય ગ્રાહકો સહિત ૧૬ આરોપીઓ વિદ્ધ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે


દુબઇથી સટ્ટાનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ

ક્રિકેટ સટ્ટા આ નેટવર્કમાં ઝડપાયેલા આરોપી હરેશ મૂલચંદાણીને આઈડી આપનાર તરીકે જેનું નામ ખુલ્યું છે તે લીસ્ટેડ બુટલેગર વિનોદ મુરલીધર ઉદવાણી વિદ્ધ દાના ૧૪૭ ગુના નોંધાઈ ચૂકયા હોવાનું જે પૈકી ૭૩ થી વધુ દાના ગુનામાં તેમજ એસએમસી દ્રારા કરવામાં આવેલી ગુજસીટોકની કાર્યવાહી મળી કુલ ૭૩ ગુનામાં તે નાસ્તો ફરતો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં આરોપી અહીંથી નાસી દુબઈ રહેતો હોવાની માહિતી મળી હોય જેથી ઇન્ટરપોલ દ્રારા રેડ નોટિસ જારી કરાવી આરોપીને અહીં લાવવા માટે ની કાર્યવાહી હાલમાં કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.
આઇડીમાંથી કરોડની બેલેન્સ મળી

પોલીસની તપાસમાં ઝડપાયેલા આરોપી હરેશ મૂલચંદાણી પાસેથી ક્રિકેટ સટ્ટાની અલગ અલગ આઈડી મળી આવી હતી. જેમાં સુપર માસ્ટર આઇડી ગોલ્ડન એકસચેન્જ ૯૯ ડોટ.નાવએડમીનમાં પિયા ૨.૬૦ કરોડની બેલેન્સ જોવા મળી હતી જે આઈડી બુટલેગર વિનોદ સિન્ધીએ આપી હતી. યારે અન્ય આઈડી ગોલ્ડ એકસચેન્જ૯૯૯ માં પિયા ૨૦ લાખની ક્રેડિટ બેલેન્સ જોવા મળી હતી કે જે આઈડી કેતન દેસાઈ તથા મીત રાજકોટ મારફતે રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર.એ આપી હતી આ ઉપરાંત રાધે એકસચેન્જ ૯૯ એકસવાયઝેડ નામની આઈડીમાં ૧૧.૫૨ લાખની બેલેન્સ મળી હતી જે આઈડી કેતન દેસાઈ મારફતે ગિરીશ પટેલ આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application