રાજકોટના શહેરમાં ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં ભાવનગરના ૧૭ વર્ષના સગીરે નમાઝ પડવાની ચાદર વડે વહેલી સવારે ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને સગીરના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ભાવનગરમાં ઘર સળગાવવાના ગુનામાં સગીર અહીં બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યો હતો. જામીન ન મળતા હોવાથી તેણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
સગીરે બારીમાં નમાઝ પડવાનું કપડું બાંધી ગળાફાંસો ખાધો
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં આજરોજ વહેલી સવારના અહીં બેરકમાં ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા પરવેઝ ઓસમાણઅલી નૂરાની (ઉ.વ ૧૭) નામના સગીરે બારીમાં નમાઝ પડવાનું કપડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારના ચારેક વાગ્યે સગીરે આ પગલું ભરી લીધા બાદ બેરેકમાં સાથે રહેલા અન્ય સગીરની ઊંઘ ઉડતા તેનું ધ્યાન જતા તેણે તુરંત બાળ સંરક્ષણ ગૃહના જવાબદાર કર્મીને જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ બી.આર. સાવલિયા તથા એસીપી બી.જે. ચૌધરી સહિતનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો.
હતાશામાં તેણે આ પગલું ભરી લીધું
એચડીએમ અને એફએસએલ અધિકારીની હાજરીમાં બાળકના મૃતદેને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરે ઘર સળગાવ્યું હોય
જે ગુનામાં તેને અહીં રાજકોટ તારીખ ૧ જાન્યુઆરીથી રાખવામાં આવ્યો હતો. દરમિયાન આજરોજ તેણે આ પગલું ભરી લીધું હતું. પ્રાથમિક તપાસમાં સગીરને જામીન મળતા ન હોવાથી તે હતાશ થઈ ગયો હોય અને આ હતાશામાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે એ ડિવિઝનન પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસે સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે બાઈક અથડાતા સર્જાયો અકસ્માત
February 21, 2025 07:07 PMરાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડ: આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
February 21, 2025 06:41 PMમહારાષ્ટ્રમાં ધોરણ 10નું મરાઠી પેપર લીક: શિક્ષણ પ્રણાલી પર સવાલ
February 21, 2025 06:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech