શહેરના ભગવતીપરા વિસ્તારમાં શેરીમાંથી રીક્ષા લઈ જવા બાબતે પ્રૌઢ પર અહીં જ રહેતા ચાર શખસોએ હુમલો કરી તેમને ઢીકાપાટુનો મારમાર્યો હતો. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને પણ આ શખસે મારમારી તેને પેટમાં છરીનો ઊંડો ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવાનની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભગવતીપરા શેરી નંબર 9 માં રહેતા મિહિર જગદીશભાઈ વાઘેલા (ઉ.વ 21) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરામાં જ રહેતા સિકંદર રાઉમા, અફઝલ રાઉમા, દરેડ ઉર્ફે દલીયો રાઉમા અને સમીર રાઉમાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે તથા તેનો નાનો ભાઈ આશિષ (ઉ.વ 19) બંને અહીં ભગવતીપરાના બ્રિજ પાસે પંજાબી ચાઈનીઝની દુકાન ચલાવે છે જ્યારે તેના પિતા જગદીશભાઈ મંડપ સર્વિસનું કામ કરે છે. ગઈકાલ રાત્રિના તેમના પિતા મંડપ્નો સામાન રિક્ષામાં ભરી ઘર પાસે શેરીમાંથી નીકળતા આરોપીઓએ તેમની રીક્ષા રોકી અહીં શેરીમાંથી રિક્ષા લઈને નહીં નીકળવાનું તેમને તથા તેમની સાથે રહેલા યુવરાજ નામના યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન દેકારો થતા મિહિર અને તેનો ભાઈ આશિષ અહીં દોડી આવ્યા હતા. પિતાને બચાવ વચ્ચે પડેલા મિહિરને આરોપીઓ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ તેમના માતા વચ્ચે પડતા તેમને પણ ઢીકાપાટુનો માર મારી ઢસડયા હતા. દરમિયાન યુવાનનો નાનો ભાઈ આશિષ પિતાને બચાવવા વચ્ચે પડતા અન્ય આરોપીએ આશિષને પકડી રાખ્યો હતો જ્યારે અફઝલે પોતાની પાસે રહેલી છરી આશિષના પેટના ભાગે ઝીંકી દેતા તેને લોહી નીકળવા લાગ્યું હતું જેથી અહીં લોકો એકત્ર હતા આ શખસો અહિંથી નાસી ગયા હતા.
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેના મોટાભાઈની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ એમ.આઈ.શેખ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅકસ્માતગ્રસ્તોની મદદ માટે ૧૦૮ બોલાવી મદદરૂપ બનતા આરટીઓ–રોડ સેફટીના અધિકારીઓ
January 23, 2025 03:15 PMવિધાનસભાના બજેટ સત્રમાં નિયમ ૪૪ હેઠળ સરકાર જંત્રી દરમાં ઘટાડો કરે તેવા સંકેત
January 23, 2025 03:11 PMગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો
January 23, 2025 03:09 PM9 અબજ ડોલરથી 57 અબજ ડોલર સુધી, 10 વર્ષમાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો
January 23, 2025 03:07 PMઅનોખી કામીગીરી: દારૂ નહીં સાયલેન્સર પર રોડ રોલર ફેરવાયું
January 23, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech