વેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતી વખતે કારએ પ્રૌઢને અડફટે લેતા ગંભીર ઇજા થવાથી પ્રૌઢનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપયું છે. પ્રૌઢ આણંદપરા ગામે લ પ્રસંગમાંથી ઘરે જતા હતા ત્યારે વાહનમાંથી ઉતરી ઘરે જવા રોડ ક્રોસ કરતા હતા ત્યારે અકસ્માત નડો હતો. કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટે પહેલા જ ગામના લોકોએ પકડી પાડો હતો.
પ્રા વિગત મુજબ વેરાવળ તાલુકાના બોડાદ ગામે રહેતા રણમલભાઇ સીદીભાઈ બામણીયા (ઉ.વ.૬૦) નામના પ્રૌઢ ગત તા.૨૧ના સાંજે ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલી કારએ ઠોકરે લેતા પ્રૌઢ દૂર સુધી ફંગોળાયા હતા. અકસ્માતના પગલે ગામના લોકો દોડી આવ્યા હતા અને પરિવારને જાણ કરી હતી. પ્રૌઢને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ વેરાવળ બાદ જૂનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા પરંતુ ગઈકાલે રાત્રે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રભાસપાટણ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરી કાર્યવાહી પૂર્ણ કરી હતી.
મૃતક ખેત મજૂરી કામ કરતા હતા અને સંતાનમાં ચાર દીકરા ત્રણ દીકરી છે. પુત્રના કહેવા મુજબ પિતા આણંદપરા ગામે સંબંધીને ત્યાં લ પ્રસગં હોવાથી ગયા હતા અને સાંજે વાહનમાં બેસી ઘરે આવતા ત્યારે ગામના પાટિયે વાહનમાંથી ઉતરી રોડ ઓળંગતા હતા કાર ચાલકે ઠોકરે લીધા હતા. કાર ચાલક ભાગે પહેલા ત્યાં ઉભેલા ગામના માણસોએ કાર ચાલકને પકડી લીધો હતો અને તેના નંબર લઇ લીધા હતા. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech