સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી

  • February 24, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પીએમ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં રોકાણકારોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે. હું તમને કહી દઉં કે ભારત પરિણામો આપે છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશે પરિવર્તનનો એક નવો યુગ જોયો છે.


પીએમ મોદીએ આજે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ 24-25 ફેબ્રુઆરી સુધી ચાલશે. સીએમ મોહન યાદવે સમિટમાં પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે અહીં વીજળી અને પાણીની ઘણી સમસ્યા હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ હતી.


પીએમ મોદીએ મોડા પહોંચવા બદલ માફી માંગી
પોતાના સંબોધનની શરૂઆતમાં, પીએમ મોદીએ સમારંભમાં મોડા પહોંચવા બદલ માફી માંગી. તેમણે કહ્યું કે બાળકોની પરીક્ષાનો સમય અને રાજભવનથી મારા નીકળવાનો સમય એકસાથે હતો એટલા માટે હું રાજભવનથી મોડો નીકળ્યો. મેં વિચાર્યું કે બાળકો ગયા પછી જ હું જઈશ.


ટેકસટાઇલ, ટુરીઝમ, ટેકનોલોજી ક્ષેત્રે કરોડો નોકરીનું સર્જન કરાશે

વિકસિત ભારતના ભવિષ્યમાં ટેકસટાઇલ, ટુરીઝમ અને ટેકનોલોજીના ક્ષેત્રો મોટી ભૂમિકા ભજવશે. આ ત્રણ ક્ષેત્રો કરોડો નવી નોકરીઓ પૂરી પાડશે. છેલ્લા દાયકામાં, આપણે રાષ્ટ્રીય સ્તરે એક પછી એક મોટા સુધારાઓ હાથ ધરી રહ્યા છીએ. હવે રાજ્ય અને સ્થાનિક સ્તરે પણ સુધારાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા દાયકામાં ભારતમાં માળખાગત સુવિધાઓમાં તેજી જોવા મળી છે. ભારત માટે છેલ્લા દાયકામાં ઊર્જા ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને ગ્રીન એનર્જીના સંદર્ભમાં, ભારતે એવું કર્યું છે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application