સાધુવાસવાણી રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા યુવાને ઘર પાસે ગાળો બોલી રહેલા શખસને ટપારતા આ શખસે ઉશ્કેરાઇ યુવાન પર છરી વડે હત્પમલો કરી દઈ પડખામાં છરી જીતી દેતા છરી સલવાઈ જતા પાડોશી શખસે આટલેથી ન અટકી પાઇપના ઘા ફટકાર્યા હતા. હત્પમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે મારામારી અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સાધુવાસવાણી રોડ પર આવાસ યોજના કવાર્ટર બ્લોક નંબર–૨ કવાર્ટર નંબર ૭૪૧ માં રહેતા અને મજૂરીકામ કરનાર જીેશ માધવજીભાઈ બગડા(ઉ.વ ૩૦) નામના યુવાને આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા મિલન રસિકભાઈ ચગનું નામ આપ્યું છે. યુવાને જણાવ્યું હતું કે, આરોપી મિલન અહીં અવારનવાર શેરીમાં જાહેરમાં ગાળો બોલતો હોય જેથી તેને ગાળો બોલવાની ના પાડતા અવારનવાર ઝઘડો કરે છે.
ગઈકાલે બપોરના સમયે યુવાનના માતા મંજુલાબેન કામેથી ઘરે આવતા હતા ત્યારે મિલન ગાળો બોલતો હોય જેથી તેને સમજાવવા જતા તેણે યુવકની માતાને ગાળો ભાંડી હતી. બાદમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી યુવાન અહીં પહોંચ્યો હતો. દરમિયાન મિલન યુવાનને ગાળો ભાંડવા લાગ્યો હતો જેથી યુવકે તેને ગાળો આપવાની ના કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા બાદમાં નેફામાંથી છરી કાઢી યુવકને ડાબી બાજુ પડખાનાભાગે ઘા ઝીંકી દીધો હતો પડખામાં છરી સલવાઈ જતા મિલને અહીં ભૂગર્ભપાણીનો ટાંકો હોય તેની બાજુમાં લોખંડનો પાઇપ પડો હતો તે પાઇપ લઇ યુવકના વાસાનાભાગે પાઇપના ઘા ફટકારી દીધા હતા અને કહેતો હતો કે આજે તો તને જાનથી મારી નાખવો છે.
આ સમયે યુવાનના માતા–પિતાએ વચ્ચે પડી તેને વધુ મારામાંથી બચાવ્યો હતો. બાદમાં તેને સારવાર માટે ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી મિલન સામે મારામારી અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech