યુવકને ફલેટામાં આમંત્રિત કરી ધમકાવ્યો, તમે અહીં ખરાબ ધંધા કરો છો કહી દોઢ લાખ પડાવ્યા

  • October 20, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મવડી વિસ્તારના અંકુરનગર મેઈન રોડ પર સિટી સિલ્વર એપાર્ટમેન્ટમાં ચોથા મજલે યુવકને આમંત્રિત કરી તોડબાજ ત્રિપુટીએ અહીં તમે ખરાબ ધંધા કરો છો. છરી બતાવી જાનથી મારી નાખવાની ધમક્ી આપી કટકે કટકે દોઢ લાખ પિયા પકડવ્યાના આરોપસર માલવિયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદની વિગતો મુજબ કોઠારિયા સોલવન્ટ પાસેના ઓમનગર શેરી નં.1માં રહેતા અને કોમ્પ્યુટર એસેસરીઝની દુકાન ધરાવતા અજય ભગવાનજી ચૌહાણ ઉ.વ.32એ ભાર્ગવ, જયદિપસિંહ જાડેજા અને અન્ય એક અજાણ્યા શખસ સામે છરીની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ખોટા ધંધા કરો છે, તેવી રીતે આડ મુકી કટકે કટે 1.50 લાખ પિયા પડાવ્યા હોવાના આરોપ મુકયા છે.


યુકવક ભાર્ગવને અગાઉ મળ્યો હતો. ગત માસે તા.18-9ના રોજ તે અંકુરનગર મેઈન રોડ પર સિટી સિલ્વર એપાર્ટમેન્ટ પાસે ઉભો હતો. ત્યારે ભાર્ગવે ચાલ ઉપર ઘરે ચા પીવા કહી ફલેટ નં.405માં લઈ ગયો હતો. થોડીવારમાં એક અજાણ્યો શખસ છરી સાથે ધસી આવ્યો હતો. તેણે તમે અહીં ખરાબ કામ કરો છો. કહી વીડિયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કર્યુ હતું અને ધમકાવીને કહ્યું કે, જો પુ કરવું હોય તો ત્રણ લાખ આપવા પડશે. ગભરાયેલા અજયે આટલી રકમ નથી કહી ના પાડી હતી. જેથી અજાણ્યા ઈસમે છરી બતાવી કહ્યું કે તો છરી મારી દઈશ.


યુવકના ખિસ્સામાંથી પાકિટ, ત્રણ એટીએમ કાર્ડ કાઢી લીધા હતા. થોડીવારમાં જયદિપસિંહ જાડેજા નામનો શખસ ધસી આવ્યો હતો. અજાણ્યા શખસે જયદિપસિંહને છરી આપી દીધી હતી. અને જયદિપસિંહે સમાધાન પેટે દોઢ લાખ આપી દેવા કહ્યું હતું. અજાણ્યો શખસ ત્રણેય એટીએમ કાર્ડ અને પીન નંબર લઈને ચાલ્યો ગયો હતો.યુવકના માતાના એકાઉન્ટમાંથી 3600 પિયા એટીએમમાંથી યુવકમાં ટ્રાન્સફર કરી લીધા અને પછી વિડ્રો કરી લીધા હતા. અન્ય રકમ પણ વિડ્રો કરી લઈ જે તે સમયે 16,500 ઉપાડયા હતા તેમજ ખિસ્સામાં રહેલી 2500ની રકમ કાઢી લીધી હતી. પરત આવીને અજાણ્યા શખસે ત્રણેય એટીએમ કાર્ડ પાછા આપી દીધા હતા.

ફસાયેલા યુવકે કટકે કટકે નાણા આપવાનું કહેતા તેને મુકત કરાયો હતો. બીજા દિવસે ગુગલ પેથી થોડી રકમ ચૂકવી અને અન્ય રકમ એક માસ દરમિયાન મળી 1.50 લાખ પિયા આપ્યા હતા. બાદમાં ગઈકાલે યુવકે ત્રિપુટી સામે માલવિયાનગર પોલીસ મથકે ગુનો નોંધાવતા આરોપીઓને સકંજામાં લેતાં પોલીસે તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application