શહેરમાં પોલીસની ઓસરતી જતી ધાકના લીધે છાશવારે લુખ્ખાતત્વો છરી સહિતના હથિયારો વડે હત્પમલા કરી નિર્દેાષ નાગરિકોને રંજાડે છે. ત્યારે આ વાતની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવો બનવા પામ્યો છે.ખોડીયારનગર વિસ્તારમાં કારખાના પાસે યુવાનને ત્રણ શખસોએ કહ્યું હતું કે, પૈસાની જર છે પૈસા આપ. જેથી યુવાને પૈસા આપવાનો ઇનકાર કરતા આ શખસોએ ઉશ્કેરાઈ છરી અને ધોકા વડે યુવાન પર હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ અંગે યુવાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજી વસાહત વિસ્તારમાં ખોડીયારનગર શેરી નંબર ૩, ૮૦ ફટ રોડ પર રહેતા સિરાજ તાજમહંમદ ભાઈ ઉર્ફે તાજુભાઈ ચાનીયા (ઉ.વ ૩૧) નામના યુવાને થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ગોવિંદભાઈ ચાવડા,પરાક્રમસિંહ ઉર્ફે કાનો દરબાર અને વિજય ઉર્ફે ચકલીના નામ આપ્યા છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે જથ્થાબધં રેડીમેટ સાબુ પાવડરની છૂટક ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરના સમયે ધંધાના કામ સબબ પોતાના મિત્ર વિપુલભાઈ પટેલ કે જેનું કારખાનું ખોડીયારપરા સરકારી સ્કૂલ શાળા નંબર ૭૬ પાસે હોય ત્યાં ગયો હતો. વિપુલભાઈને ફોન કરતા તેઓ રસ્તામાં હોવાનું કહેતા તે અહીં તેમની ઓફિસ પાસે બેઠો હતો.
દરમિયાન ત્રણેય આરોપીઓ યુવાન પાસે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, અમારે પૈસાની જર છે.પૈસા આપ જેથી યુવાને કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી હત્પં નહીં આપું તેમ કહેતા આ ત્રણે શખસોએ યુવાનને ગાળો દેવા લાગ્યા હતા. બાદમાં યુવાન પર છરી અને ધોકા વડે હત્પમલો કરી દીધો હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ ત્રણેય શખસો નાસી ગયા હતા. ત્યારબાદ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવાને આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એચ.ડી.જીંજાળા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech