ભીમનગરમાં રાત્રીના ઘરમાં ઘૂસી યુવાનને ધોકા વડે બેફામ માર મારી પગ ભાંગી નાખ્યો

  • September 05, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નાના માવા મેઈન રોડ પર ભીમનગરમાં રહેતો યુવાન રાત્રિના ઘરે હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતા પિતા–પુત્ર સહિતનાઓએ ઘરે ધસી આવી યુવાનને ઢીકાપાટુનો તેમજ ધોકા વડે મારમારી તેનો પગ ભાંગી નાખ્યો હતો. યુવાનને આઠ વર્ષ પૂર્વે બાઈક અથડાવા બાબતે આરોપી સાથે માથાકૂટ થઈ હતી દરમિયાન ગઈકાલે પાનની દુકાને સામું જોવા બાબતે ફરી બોલાચાલી થતા તે બાબતનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભીમનગર શેરી નંબર ૨ માં રહેતા સંજય દેશળભાઈ ખીમસુરીયા(ઉ.વ ૨૯) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ભીમનગરમાં જ રહેતા વિનુ ચંદ્રપાલ તથા વિનુનો પુત્ર દેવ ઉર્ફે લાલો સુનિલ અને તેના ભાઈ ભુપત ચંદ્રપાલના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૩૯ ના રાત્રીના તે નાના મોવા મેઈન રોડ પર ભીમનગર ચોક ખાતે આવેલી નસીબ પાન નામની દુકાને ફાકી ખાવા માટે ગયો હતો ત્યારે વિનુનો પુત્ર સુનિલ ત્યાં આવ્યો હતો અને સુનિલે કહ્યું હતું કે, કેમ મારી સામે જુએ છે જેથી યુવાને કહ્યું હતું કે, હત્પં કયાં સામે જોઉં છું આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બાદમાં યુવાન ઘરે જતો રહ્યો હતો. રાત્રિના જમીને તે ઘરમાં પોતાની ઓસરીમાં સૂતો હતો ત્યારે આરોપીઓ અહીં ધસી આવ્યા હતા અને સુનિલે કહ્યું હતું કે, તું સાંજે પાનની દુકાને કેમ મારી સામે કાતરો મારતો હતો તેમ કહી બોલાચાલી કરી યુવાનને નીચે પછાડી દઈ ઢીકાપાટુનો માર માર્યેા હતો. દરમિયાન સુનિલ અને ભુપત ઘર બહાર નીકળી ધોકા લઈ આવી ધોકા વડે યુવાન પર હત્પમલો કરી દીધો હતો દેકારો થતા અહીં લોકો એકત્ર થવા લાગતા આ ચારેય શખસો નાસી ગયા હતા. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યાં તેને પગમાં ફેકચર થઈ ગયું માલુમ પડું હતું.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આઠેક વર્ષ પૂર્વે સુનિલ સાથે બાઈક અથડાવવા બાબતે મારામારી થઈ હતી જે બાબતનો ખાર રાખી તેમજ ગઈકાલે પાનની દુકાને સામું જોવા બાબતે બોલાચાલી કરી આ હત્પમલો કરવામાં આવ્યો હતો જે અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application