વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન ૧૧૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

  • August 21, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા મારિયા બ્રાન્યાસનું ૧૧૭ વર્ષની વયે ઉત્તર–પૂર્વ સ્પેનના ઓલોટ શહેરમાં અવસાન થયું છે. ૨૦૨૩ માં ફ્રેન્ચ સાધ્વી લ્યુસિલ રેન્ડનના મૃત્યુ પછી તે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યકિત બની હતી. બ્રાન્યાસના મૃત્યુ બાદ હવે જાપાનના ટોમિકો ઇત્સુકા સૌથી વૃદ્ધ વ્યકિત બની ગયા છે.
વિશ્વની સૌથી વૃદ્ધ વ્યકિત ગણાતી મારિયા બ્રાન્યાસનું ૧૧૭ વર્ષ અને ૧૬૮ દિવસની વયે અવસાન થયું છે. તેમના પરિવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. જાન્યુઆરી ૨૦૨૩ માં ફ્રેન્ચ સાધ્વી લ્યુસીલ રેન્ડનના મૃત્યુ પછી, તે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યકિત બની હતી. તેણીના પરિવારે જણાવ્યું હતું કે ઉત્તર–પૂર્વ સ્પેનના ઓલોટ શહેરમાં એક ઘરમાં તેમને શાંતિપૂર્ણ રીતે જીવન લીલા સંકેલી લીધી હતી. મારિયા બ્રાન્યાસએ થોડા દિવસો અગાઉ જ કહ્યું હતું કે એક દિવસ, જેની મને હજુ પણ ખબર નથી, પરંતુ જે ખૂબ નજીક છે, આ લાંબી મુસાફરીનો અતં આવશે. આટલું લાંબુ જીવ્યા પછી મૃત્યુ પણ થાકી જશે, પરંતુ હત્પં ઈચ્છીશ કે મૃત્યુ મને હસતા હસતા મળે.કોઈ રડશો નહીં, મને આંસુ ગમતા નથી અને સૌથી ઉપર મારા માટે દુ:ખી થશો નહીં, કારણ કે તમે મને જાણો છો, હત્પં યાં પણ જઈશ ત્યાં હત્પં ખુશ રહીશ. મારિયા બ્રાન્યાસનો જન્મ ૪ માર્ચ ૧૯૦૭ના રોજ સાન ફ્રાન્સિસ્કો, યુએસએમાં થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application