પશુ પ્રત્યે અમાનવીય વર્તન દાખવનાર મહિલાએ આખરે સમાજની માફી માંગી

  • January 09, 2025 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીડિયો વાયરલ કર્યો:  મારી ભૂલ થઈ છે, ફરી આવી ભૂલ નહીં કરું: તમે લોકો પણ પ્રાણી પ્રત્યે દયા-કરુણા રાખજો...


જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતી અને જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક મહિલાએ પોતાના સ્કૂટીની પાછળ શ્વાન ના બચ્ચા ને બાંધીને પાછળ ઢસડ્યો હતો. જે અમાનવીય ઘટનાનો શહેરભરમાં વિડીયો વાયરલ થયો હતો, અને સોશિયલ મીડિયા તેમજ અખબારી અહેવાલના આખરે પડઘા પડ્યા હતા, અને આવું કૃત્ય ફરિ વાર નહીં કરું તે અંગેની સમાજની માફી માંગતો વિડીયો વાયરલ કર્યો છે.

ગઈકાલે બનેલી ઘટના સંદર્ભે પોતે દુઃખ વ્યક્ત કર્યું હતું, અને મોટી ભૂલ કરી છે. તેમ જણાવી હવે ફરીથી આવી કદી ભૂલ થશે નહીં, અને તમે લોકો પણ પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણા રાખજો તેવી વાત કરીને આખરે સમાજની માફી માંગી લીધી હતી. જે અંગેનો પણ વિડીયો વાયરલ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application