મહિલાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી અને થાંભલા સાથે બાંધીને માર માર્યો

  • December 12, 2023 11:12 AM 

કણર્ટિકમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. રાજ્યના બેલગાવી જિલ્લામાં એક 42 વર્ષીય મહિલાને નિર્વસ્ત્ર કરી ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. કારણ કે તેનો પુત્ર એક છોકરી સાથે ભાગી ગયો હતો. વાસ્તવમાં મહિલાના પુત્રને ગામડાની યુવતી સાથે પ્રેમ હતો, પરંતુ યુવતીના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો. તેઓ તેના લગ્ન અન્ય પુરુષ સાથે કરાવવાનું વિચારી રહ્યા હતા, જેથી તે પીડિત મહિલાના પુત્ર સાથે ભાગી ગઈ હતી. છોકરીના નારાજ પરિવારના સભ્યો છોકરાના ઘરમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી. તેઓએ પથ્થરમારો કર્યો હતો.

પીડિત મહિલાનો 24 વર્ષીય પુત્ર અશોક અને તે જ ગામની પ્રિયંકા નામની 18 વર્ષની યુવતી પ્રેમમાં છે. બંને એક જ જ્ઞાતિના છે. તેઓ એકબીજાને પ્રેમ કરતા હોવાથી બંને ભાગી ગયા હતા. આ પછી છોકરાના પરિવાર અને સંબંધીઓએ છોકરાની માતા અને તેના ઘર પર હુમલો કર્યો. છોકરીના પરિવારના સભ્યો છોકરાની માતાને નગ્ન કરીને ગામની આસપાસફેરવી હતી અને તેને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધી દીધી હતી અને માર માર્યો હતો. કારણકે અશોકની બીજી છોકરી સાથે સગાઈ નક્કી થઇ ચુકી હતી. ઘટના સામે આવ્યા બાદ કણર્ટિકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આ ઘટનામાં સામેલ લોકોને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, કે આનાથી સમગ્ર સમાજનું માથું શરમથી ઝૂકી ગયું છે. અમારી સરકાર કોઈપણ કારણોસર આવા જઘન્ય કૃત્યોને સહન કરશે નહીં. આ મામલામાં પહેલાથી જ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુનેગારોને કડકમાં કડક સજા કરાવવાની કાર્યવાહી કરીને પીડિત પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે. બેલાગવી પોલીસ કમિશનર સિદ્ધારમપ્પાએ જણાવ્યું કે આ ઘટનામાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application