રાજસ્થાનમાં મણીપુરવાળી:મહિલાને નિર્વક્ર કરીને ગામમાં પરેડ કરાવી

  • September 02, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના એક ગામમાં મણિપુર જેવી જ એક ચૌકાવનારી ઘટના બની છે જેમાં એક આદિવાસી ગર્ભવતી મહિલાને કથિત રીતે નિર્વક્ર કરીને પરેડ કરાવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં આવી ગઈ હતી. આ ઘટના પર મુખ્યમંત્રી અશોક ગહેલોતે પોલીસ મહાનિર્દેશકને ગઈકાલે રાત્રે જ ઘટનાસ્થળ પ્રતાપગઢ જવાનો આદેશ કર્યેા હતો.


આ ઘટના અંગે ધરિયાવદના પોલીસે જણાવ્યા મુજબ એક પરણિત મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી તેને તેના સાસરીયા પકડી લાવ્યા હતા અને ગુવારે આ ૨૧ વર્ષિય ગર્ભવતી મહિલાને તેના પૂર્વ પતિ અને સાસરિયાવાળાએ નિર્વક્ર કરીને પરેડ કરાવી હતી. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં મહિલાના પૂર્વ પતિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના લોકોની તપાસ ચાલુ છે. પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ ગઈકાલે રાત્રે કહ્યું હતું કે રાય સરકારે ઘટનાને ખુબ જ ગંભીરતાથી લઈને એડીજીને પ્રતાપગઢ મોકલવામાં આવ્યા છે.

આ ઘટનામાં આરોપીઓની ધરપકડ માટે છ ટીમોની રચના કરવામાં આવી છે. પ્રતાપગઢ પોલીસ અધિક્ષક અમિત કુમારે ગામમાં કેંપ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ગેહલોતે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે ગર્ભવતી મહિલાને નિર્વક્ર કરવાનો વીડિયો સામે આવ્યો છે, આવી ઘટનાઓનું સભ્ય સમાજમાં કોઈ સ્થાન હોતું નથી, તેમણે વધુમાં કહ્યું હતું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને તેઓનો સજા દેવડાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. આ સાથે જ રાયની પૂર્વ મુખ્યમંત્રી વશુંધરા રાજેએ આ ઘટના અંગે સરકારની આલોચના કરતા કહ્યું હતું કે લોકોની સામે એક મહિલાને નિર્વક્ર કરીને પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો છે પરંતુ પ્રશાસનને તેની જાણકારી થઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટનાએ રાજસ્થાનને શર્મસાર કરી દીધુ છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લોકોને આ વીડિયોને સોશ્યલ મીડિયા પર અપલોડ ન કરવાની પણ અપીલ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application