પતિ-પત્ની વચ્ચે ઘણી વખત ઝગડા થતા રહે છે. ઘણીવાર અસહમતિ પણ થઈ જાય છે. પરંતુ થોડા સમય બાદ મામલો શાંત થઈ જાય છે અને જીવન સામાન્ય થઈ જાય છે. બંને ફરીથી એકબીજા પર પ્રેમ પડવા લાગે છે.
હાલમાં સામાજિક માધ્યમો પર એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જ્યાં એક પત્ની પોતાના જ પતિથી તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે કે તેની સાથે વાત કરવા માટે પણ પૈસા માગે છે. આ બાબતથી તંગ આવીને આખરે પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી દીધી છે. આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પત્નીએ શારીરિક સંબંધ બાંધવા માટે માગ્યા પૈસા
તાઇવાનના એક શખ્સે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે, જેમાં તે શખ્સે જણાવ્યું છે કે તેની પત્ની તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે તેનાથી પૈસાની માંગણી કરે છે. તેણે જણાવ્યું કે 2014માં લગ્ન થયા ત્યારે બધું ઠીક ચાલતું હતું. ત્યારબાદ બે બાળકો થયા, ત્યારથી તેની પત્નીની શારીરિક સંબંધ બનાવવામાં રસ બિલકુલ ઓછો થઈ ગયો હતો.
2017 પછી મહિનામાં એકવાર શારીરિક સંબંધ બનાવતી હતી. પરંતુ 2019 પછી તેણે શારીરિક સંબંધ બનાવવાનો ઇનકાર કરી દીધો છે. હવે તે એક વાર શારીરિક સંબંધ માટે તેનાથી 1.25 લાખ રૂપિયા માગે છે. આ બાબતથી કંટાળી શખ્સે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી, જેમાં કોર્ટે શારીરિક સંબંધ ન બનાવવાના આધારે છૂટાછેડા આપી દીધા હતા.
પત્નીએ કહ્યું કે પતિ જાડો હોવાથી સંબંધ બનાવી શકતો નથી
જ્યારે આ અજીબોગરીબ મામલો શરૂ થયો ત્યારે મહિલાએ કહ્યું કે તેનો પતિ ખૂબ જાડો છે અને યોગ્ય રીતે સંબંધ પણ બનાવી નથી શકતો. આ બાબતને લઈને ઝગડો એટલો વધી ગયો કે તેને કોર્ટ જવું પડ્યું. ત્યારબાદ કોર્ટે મહિલાને પતિની વાત માનવા અને તેની સાથે સંબંધ બનાવવા કહ્યું, જેના પર મહિલા રાજી થઈ ગઈ અને સમજૂતી કરી લીધી. પરંતુ પતિએ થોડા દિવસો બાદ આરોપ મૂક્યો કે તેની પત્ની તેની સમજૂતીની વાતથી ફરી ગઈ છે અને પ્રોપર્ટી પણ પોતાના નામે કરાવી લીધી છે. હાલમાં બંનેને છૂટાછેડા લઈ લીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech