માઁ શબ્દમાં જ સંપૂર્ણ વિશ્ર્વ સમાયેલું છે-શંકરાચાર્યજી મહારાજ

  • October 16, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનંત શ્રીવિભૂષિત પશ્ર્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગદગુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આજથી શ થયેલા નવરાત્રી વ્રત-અનુષ્ઠાન સંદર્ભે જણાવેલ કે નવરાત્રીના પરમ પવિત્ર અવસર ઉપર આપણે બધા જગજનની જગદંબાની આરાધના અને સ્મરણ કરીએ છીએ, ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ પ્રથમ વેદોકત ઉપદેશ પ્રાપ્ત થાય છે, જગદજનની માઁ એ જ આ સૃષ્ટિનું બીજ છે, માઁ શબ્દ એ એટલો અલૌકીક છે કે તે લઘુ (નાનો) શબ્દ હોવા છતાં તેમાં સંપૂર્ણ વિશ્ર્વ સમાયેલું છે.

દુગર્નિા ઉપાસકો માટે મુખ્ય માનવામાં આવે છે, માઁ દુગર્િ પોતાના સંતાનો દ્વારા થતી થોડીક જ સેવાથી પ્રસન્ન થઇ જાય છે અને સકલ મનોરથ વ્રત સિઘ્ધ કરે છે, તેના પ્રત્યક્ષ દ્રષ્ટાંતોમાં છત્રપતિ શિવાજી, રામકૃષ્ણ પરમહંસ આદિ અનેક વિભૂતિઓ વર્તમાનમાં પણ સ્વયં પ્રમાણીત કરે છે કે માઁની સેવા કરવાવાળો તેમની સંતાન શકિત સંપન્ન થઇને સંસારમાં શું નથી કરી શકતો, માતેશ્ર્વરી દુગર્જિી પરમેશ્ર્વરીએ પ્રધાન શકિતઓમાંથી એક જે જરીયાત આવશ્યકત અનુસાર સમય-સમય પર પ્રગટ થઇને દર્શન આપે છે, એ પરમેશ્ર્વરી દુગર્શિકિતની ઉત્પતિ તથા તેમના ચરીત્રોનું વર્ણન માર્કન્ડેયપુરાણની અંદર જોવા મળે છે, એ દેવી મહાત્મ્ય શ્ર્લોકોમાં વર્ણિત છે, જેને દુગર્િ સપ્તશતિ અથવા ચંડીપાઠ કહેવામાં આવે છે, એમાં દુગર્શિકિતની ઉપાસના એ શકિતશાળી બને છે, એટલા સનાતન ધર્મમાં મુખ્યત્વે પાંચ ઉપાસ્ય માટે માનવ ચરીત્ર સૌથી નીરાલું છે, જયાં દેવો માનવામાં આવેલા છે, ગણેશ, ચંડી સુધી લોકો માઁની ઉપાસના કરે છે ત્યાં સુધી વિષ્ણુ, ભાનુ અને શિવ, ગણેશ અને ચંડી તેમનું અહિત કોઇપણ કરી શકતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application