વડિયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે સોમનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ અમરેલી ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી ચોરીમાં સંડોવાયેલા એમપીમાં ચાર શખ્સોને ઝડપી લઇ તેની પાસેથી ચાંદીનું છતર, શેષનાગ, બાઈક અને મોબાઈલ સહીત ૧,૦,૯૦૦૦નો મુદામાલ કબ્જે કર્યેા છે.
મળતી વિગત મુજબ ગત.તા.૧૬ના મોટી કુંકાવાવ ગામે દેરડી (કુંભાજી) રોડ પર આવેલા સોમનાથ મહાદેવના મંદિરમાં પ્રવેશી દરવાજાની ગ્રીલના નકુચા તોડી ગર્ભગૃહમાંથી ચાંદીનું છત્તર, પંચધાતુનો શેષ નાગ અને દાન પેટીની ચોરી થયાના બનાવના પગલે ભાવેશભાઈ બાબુભાઇ માથુકીયાએ વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણયા ચોર ઈશમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન અમરેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પર પ્રાંતીય શખ્સો ચોરીની વસ્તુઓ વેચવા માટેની પેરવી કરી રહ્યા છે જે બાતમીના આધારે વોચ ગોઠવી શખ્સોને અટકાવી તપાસ કરતા શખસો પાસેથી ચાંદીનું છતર, શેષનાગ મળી આવતા શખસોની આકરી પુછપરછ કરતા કુંકાવાવના મંદિરમાંથી ચોરી કરી હોવાનું કબૂલાત આપતા એલસીબીએ ચાંદીનું છતર, શેષનાગ, મોબાઈલ અને બાઈક કબ્જે કરી પ્રતાપ પ્રેમસિંગ ભુરીયા, પ્રકાશ ઉર્ફે અરવિંદ જુવાનસિંગ ભુરીયા, બિલામ ઉર્ફે સુરેશ મંગળસીંગ ભુરીયા, રસીલ ઉર્ફે રાકેશ પ્રેમસિંગ ભુરીયા (તમામ રહે–મૂળ એમપી અને હાલ અમરાપુર,તા.વડિયા)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech