કારખાનામાંથી ૧૧.૪૧ લાખનો માલ ચોરી મંદિર પાછળ ઢાંકીને છૂપાવી દીધો હતો

  • April 10, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કોઠારીયા નજીક ખોખડદળ નદીના પુલ પાસે એન.બી. ઈન્ડસ્ટ્રીઝ શેરી નં.૧માં આવેલા રાજપૂત ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી તસ્કરો મેટલ અને સ્ટીલનો સામાન ઉપરાંત બે લેપટોપ મળી કુલ ા.૧૧.૪૧ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતાં.ચોરીની આ ઘટનામાં ગણતરી કલાકોમાં જ એલસીબી ઝોન–૧ ની ટીમે બે સગીર સહિત ચારને ઝડપી લીધા હતાં.જયારે આજીડેમ પોલીસે અન્ય બે આરોપીને ઝડપી લીધા હતાં જેમાં પણ એક સગીર છે. ચોરી કર્યા બાદ માલ ભરેલી છકડો સહજાનદં ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં વાસંગીદાદાના મંદિર પાછળ ઢાંકીને છુપાવી દીધી હતી અને ચારેય બાઇક પર ભાગી નીકળ્યા હતાં.પોલીસે તમામ મુદામાલ અને છકડો રિક્ષા કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.

મુળ રાજસ્થાનના અને હાલ કોઠારીયા સાંઈબાબા સર્કલ પાસે પવિત્ર એપાર્ટમેન્ટમાં રહેતાં ગોપાલસિંહ ભાટી (ઉ.વ.૪૦)એ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રાત્રીના શટર ઉંચુ કરી કારખાનામાં અંદર પ્રવેશેલા તસ્કરો મેરેબલ મેટલનો ૧૩૦૦ કિલો કાચો સામાન અને સ્ટીલનો સામાન ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત ઓફિસના ટેબલ પર પડેલા બે લેપટોપ પણ ચોરી કર્યા હતા.આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.બોરીસાગરની રાહબરીમાં ટીમ ભેદ ઉકેલવા કામે લાગી હતી.દરમિયાન કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર તથા સત્યજીતસિંહ જાડેજાને આ ચાર પૈકીનો એક શખ્સ કોણ છે? તેની ચોક્કસ બાતમી મળી હતી.તેના આધારે ચારેયને ઝડપી લીધા હતાં.જેમાં નિલેશ લાખાભાઈ બલીયા (ઉ.વ.ર૧) અને તેના ભાઈ અનિલ લાખાભાઇ બલીયા (ઉ.વ.૧૯) (રહે. બંને ખોડિયારનગર, આજી વસાહત)નો સમાવેશ થાય છે. બાકીના બે આરોપીઓ સગીર છે. પોલીસે મેટલનો કાચો માલ ૧૩૦૦ કિલો ા. ૬,૪૫,૩૭૫નો, સ્ટીલનો તૈયાર માલ ૭૫૦૦ કિલો ા. ૪,૪૬,૧૦૦, બે લેપટોપ ા. ૩૦ હજાર, મોબાઇલ ફોન નંગ–૪ ા. ૨૦ હજારના અને છકડો રિક્ષા જીજે૦૩એકસ–૩૩૨૭ પિયા ૫૦ હજારની કબ્જે લેવામાં આવી છે. યારે છકડાના માલિક ધાર્મિક તથા અન્ય એક સગીરને આજીડેમ પોલીસની ટીમે દબોચ્યા હતાં.
નિલેશ અને તેનો ભાઇ અનિલ યાં ચોરી કરી એ કારખાનામાંથી જ જોબવર્કનો માલ લઇ જતાં હતાં. અનિલે રટણ કર્યુ હતું કે તેના ટુવ્હીલરની લોનના હપ્તા ચડી ગયા હોઇ પૈસાની જર હતી એટલે આ કારખાનામાંથી ચોરી કરવાનો પ્લાન ઘડી માલ ચોર્યેા હતો. માલ ભરેલી રિક્ષા વાસંગી દાદાના મંદિર પાછળ છુપાવી ઢાંકીને ભાગી નીકળ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application