બંધારણની નકલમાં સોશિયાલિસ્ટ સેકયુલર શબ્દ જ નથી: અધીરરંજન

  • September 20, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંસદના વિશેષ સત્ર દરમિયાન આજે ત્રીજા દિવસે કાર્યવાહી થઇ રહી છે, જો કે આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ નવી સંસદમાં મળેલી બંધારણની નકલ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ બંધારણમાં સોશીયાલીસ્ટ સેકયુલર શબ્દ નથી.તેમણે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, બંધારણની નવી નકલો જે અમને ૧૯ સપ્ટેમ્બરે આપવામાં આવી હતી, અમે તેને હાથમાં લઈને નવા સંસદ ભવનમાં પ્રવેશ્યા. તેની પ્રસ્તાવનામાં 'સમાજવાદી સેકયુલર' શબ્દ નથી. અમે જાણીએ છીએ કે આ શબ્દો ૧૯૭૬માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જો આજે કોઈ આપણને બંધારણ આપે છે અને આ શબ્દો ત્યાં નથી, તો તે ચિંતાનો વિષય છે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું, તેમના ઈરાદા શંકાસ્પદ છે. આ કામ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યેા પરંતુ મને તક મળી નહીં.

નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહી મહિલા અનામત બિલ સાથે શ થઈ. આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ બિલ હવે નારી શકિત વંદન એકટ તરીકે ઓળખાશે. આ પછી યારે વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી બોલવા માટે ઉભા થયા તો તેમણે કહ્યું કે આ બિલ કોંગ્રેસની સરકાર વખતે રજૂ કરવામાં આવ્યું હતું, તો શાસક પક્ષના સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને વાદ વિવાદ શ થયો હતો. ત્યારપછી અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીને કહ્યું કે તેમના(સાંસદો) વર્તન પરથી ખબર પડે છે કે ગૃહમાં દરેક વ્યકિતના શું વિચારો છે. જરા આ લોકોને જુઓ, તેઓ તમારી વાતને પણ માન આપતા નથી. આ પ્રકારનું વર્તન વડાપ્રધાનનું સીધું અપમાન છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application