ટેમ્પોચાલકે ચાલુ વાહને બાળકી સાથે અડપલાં કર્યા: પરિવારે અર્ધન કરી લમધારી નાખ્યો

  • June 01, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસેના વિસ્તારમાં રહેતો મારવાડી પરિવાર રાજકોટથી મોરબી સ્થાય થવાનો હોય જેથી અહીંથી ટેમ્પોમાં સામાન ભરી મોરબી જતા હતા. દરમિયાન રસ્તામાં ટેમ્પો ચાલક અને તેના મિત્રએ પરિવારની ચાર વર્ષની બાળકીને આગળ કેબીનમાં બેસાડી તેની સાથે બીભત્સ હરકતો કરી હતી. જેની જાણ થયા બાદ બીજા દિવસે મારવાડી પરિવારે અહીં રાજકોટમાં ટેમ્પો ચાલકને ભાડાના બાકી પૈસા આપવાના બહાને બોલાવી તેને અર્ધન કરી માર માર્યેા હતો. આ મામલે મારવાડી પરિણીતાની ફરિયાદ પરથી ટેમ્પોચાલક અને તેના મિત્ર સામે છેડતી અને પોકસો એકટની કલમ હેઠળ યારે સામાપક્ષે ટેમ્પો ચાલકની ફરિયાદ પરથી મારવાડી પરિવારના ત્રણ સભ્યો સામે મારામારી અંગેનો ગુનો નોંધાયો છે.



બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અવધના ઢાળિયા પાસે રહેતી મારવાડી પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અવધના ઢાળિયા પાસે આવસ યોજનાના કવાર્ટરમાં રહેતા ટેમ્પો ચાલક યશ ત્રિવેદી અને તેના મિત્ર હિરેન જોશી સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિને મોરબી નોકરી મળી હોય તેથી તેનો પરિવાર મોરબી સ્થાયી થવાનો હોય અહીંથી સામાન ફેરવવા માટે આરોપીનો ટેમ્પો ભાડે કર્યેા હતો. અહીંથી સામાન ભરી તારીખ ૩૧ ના રાત્રીના સાડા ત્રણેક વાગ્યા આસપાસ તેઓ અહીંથી મોરબી જવા માટે નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં માધાપર ચોકડીથી બીડી ચોકડી તરફ જતા રોડ પર આરોપીએ ફરિયાદીની ચાર વર્ષની દીકરીને આગળ કેબિનમાં બેસાડી હોય અને મુસાફરી દરમિયાન યશએ તેની સાથે બીભત્સ હરકત કરી તેને કિસ કરી અડપલા કર્યા હતા તેમજ તેના મિત્ર હિરેને પણ તણીના વાળ ખેંચી કિસ કરી જાતીય હત્પમલો કર્યેા હતો.



બાદમાં બાથમ કરવાના બહાને વાહન ઉભુ રખાવી તણી માતા–પિતા પાસે પાછળ આવી ગઈ હતી બાદમાં તેણે આ વાત માતા–પિતાને આ વાત જણાવી હતી જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૫૪ (એ),(બી) તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે મામલે વધુ તપાસ પીઆઈ બી.ટી.અકબરી ચલાવી રહ્યા છે.



સામાપક્ષે ટેમ્પોચાલક યસ મિલનભાઈ ત્રિવેદી(ઉ.વ ૨૭) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારવાડી પરિવારના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, આ પરિવારે મોરબી સામાન લઈ જવા માટે તેનો ટેમ્પો પિયા ૨૫૦૦ માં ભાડે નક્કી કર્યેા હતો. બાદમાં તે મોરબી ગયા હતા રસ્તામાં તેણે પોતાના મિત્ર હિરેન જોશીને પણ સાથે લીધો હતો. અહીં મોરબી આ પરિવારને ઉતાર્યા બાદ તેણે ૧૫૦૦ પિયા આપ્યા હતા અને ૧ હજાર પિયા બાકી રાખ્યા હતા. બાદમાં ગઈકાલ સવારે ૧૧:૩૦ વાગ્યે આસપાસ ફોન આવ્યો હતો અને ભાડું લઈ જવા માટે કહ્યું હતું જેથી યુવાન અહીં આવાસ યોજનાના પાકિગમાં ગયો હતો. ત્યારે મારવાડી પરિવારએ કહ્યું હતું કે તે મારી દીકરીને આગળ કેબીનમાં બેસાડી છેડતી કરી હતી. તેમ કહી યુવાનને માર મારવા લાગ્યા હતા. જેથી યુવાને કહ્યું હતું કે, જો એવું હોય તો હત્પં તમારી સાથે પોલીસ સ્ટેશન આવું બાદમાં રીક્ષામાં બેસી ગયો હતો. દરમિયાન ઇસ્કોન મંદિર પાસે પહોંચતા યુવાનને અર્ધન કરી મુંઢ માર અને પ્લાસ્ટિકના પાઇપ વડે મારમાર્યેા હતો. જે અંગે યુવાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News