પ્રતિ પશુ દીઠ ગૌશાળાઓને અત્યારે દૈનિક પિયા ૩૦ ની સબસીડી ચૂકવવામાં આવે છે. ઘાસચારાના ભાવમાં થયેલા વધારા અને સંચાલન ખર્ચમાં અન્ય બાબતોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી પશુ દીઠ પિયા ૧૦૦ સબસીડીની કરવાની માંગણી ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ રાય સભાના સભ્યો અને ગૌ શાળાના પ્રતિનિધિઓ મારફત લેખિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ સમગ્ર મામલે પશુપાલન વિભાગ તરફ ફાઈલ મોકલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગમે તે ઘડીએ સબસીડીમાં વધારાની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ ડોકટર દર્શિતાબેન શાહ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ગૌ સેવા ગૌચર વિકાસ બોર્ડ સદભાવના વૃદ્ધાશ્રમ માંડવીના ધારાસભ્ય અનિદ્ધભાઈ દવે કણા ફાઉન્ડેશન સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા બાલકૃષ્ણ ગૌસેવા સમિતિ માળિયા હાટીના ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા રાધે રાધે ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ રાયસભાના સભ્ય રામભાઈ મોકરીયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત અલગ અલગ ૩૯ આગેવાનો અને સંસ્થાના પ્રતિનિધિઓએ પોતપોતાના લેટરપેડ પર આ અંગેની માંગણી કરતા આ સમગ્ર મામલે યોગ્ય કરવાની સૂચના સાથે મુખ્યમંત્રીના ટેબલથી આ ફાઈલ પશુપાલન વિભાગમાં મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આગેવાનોએ અને સંસ્થાના પ્રતિનિધિઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્રારા પશુ દીઠ પિયા ૨૦૦ ની સબસીડીની ભલામણ કરવામાં આવી છે. પરંતુ અત્યારે માત્ર પિયા ૩૦ મળે છે. જે સંસ્થાના નામે જમીન ન હોવાથી તેમને સરકારી સહાય મળતી નથી. આ પરિસ્થિતિ નિવારવા માટે જયાં ખેતીની જમીનમાં ગૌશાળા ચાલતી હોય ત્યાં આવી જમીન સંસ્થાના નામે તબદિલ કરવા માટેની પ્રોસિજર અને તેની ગાઈડલાઈન જાહેર કરવાની પણ માગણી કરવામાં આવી છે.
રખડતા અને હરાયા ઢોર પકડાયા પછી જે તે ગૌશાળાને મોકલવામાં આવે છે. પરંતુ પશુ સાચવવા માટેની સબસીડી પૂરતી ન હોવાથી અને પશુઓ સાચવવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી આ માટે પણ સરકારે અલગથી આર્થિક મદદ કરવી જરી છે.
સબસીડી વધારવાની માગણી પછી પશુપાલન વિભાગ તરફથી આ સંદર્ભે રાયના તમામ જિલ્લાઓમાં આવેલા પશુપાલન વિભાગના અધિકારીઓને અને કલેકટર તંત્રને એક પરિપત્ર મોકલીને પોતાના વિસ્તારમાં આવેલી જે તે ગૌશાળાના સંચાલકો પશુમાંથી મળતા દૂધ અને દૂધની બનાવટમાંથી કેટલી આવક મેળવે છે? ગૌમૂત્ર અને છાણની આવક કેટલી છે? ગૌશાળાની જમીનમાં ઘાસચારો ઉગાડવામાં આવતો હોય તો તે કેટલો ઉગાડવામાં આવે છે? દાન અને સરકારની અન્ય યોજના માંથી કેટલો લાભ મળે છે? દાતાઓએ કોઈ પશુઓને દત્તક લીધા હોય તો તેની વિગતો શું છે? તે સહિતની તમામ બાબતોને આવરી લેતો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ સબમિટ થયા પછી સબસીડીમાં વધારા બાબતે જાહેરાતની શકયતા નિહાળવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech