જૂનાગઢમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે

  • November 11, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજયના રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી - ૨૦૨૪ના પ્રથમ અઠવાડીયા દરમ્યાન જૂનાગઢમાં  અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં સ્પર્ધકો ૧૪થી ૧૮ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર-જુનિયર વિભાગમાં ભાગ લઇ શકશે બન્ને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથીયા અને બન્ને વિભાગની બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઇઓની સ્પર્ધાની સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્પર્ધા માટે ૧-૧૫ કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીથી રૂબરૂમાં મળશે. તેમજ વધુમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી બ્લોક નં.૧, પ્રથમ માળ બહુમાળી ભવન સરદાર બાગ જૂનાગઢ ખાતેથી  મળી શકશે. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ તા.૧૫ ડિસેમ્બર સુધીમાં અરજી ફોર્મ પહોંચતા કરવાના રહેશે.  વધુ વિગતો માટે  ફોન નં.(૦૨૮૫)૨૬૩૦૪૯૦ નો સંપર્ક કરવા તંત્રની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application