રાજકોટના રેસકોર્સમાં આયોજીત જાહેર સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટને રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં ૯૬૯ કરોડ ફાળવ્યા છે. જેમાં આંતર માળખાકીય સુવિધાઓ માટે ૭૦૮ કરોડ, ફલાય ઓવર બ્રીજ માટે ૧૩૬ કરોડ અને શહેરી સડક યોજના માટે ૧૨૫ કરોડ મળી કુલ ૯૬૯ કરોડ ફાળવ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઇઝ ઓફ લીવીંગ અને હેપ્પીનેસ ઇન્ડેકસ માટે સરકાર સતત ચિંતીત છે. શહેરીજનોનું જીવન સુખાકારી ભયુ બને તે માટે ગુજરાત સરકાર ગતિશીલ પ્રયાસો કરી રહી છે. ૨૦૪૭ સુધીમાં ગુજરાત રાજયની કુલ વસ્તીના ૭૦ ટકા વસ્તી શહેરોમાં વસતી હશે. આથી શહેરી વિકાસ ઉપર સરકાર પૂર્ણ પણે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શહેરીકરણને આફત નહીં પરંતુ અવસરમાં પલટીને સરકાર કામ કરી રહી છે. એક સમય એવો હતો કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વાર્ષિક બજેટ ફકત ૫થી ૨૫ લાખ સુધીના હતાં જયારે આજે રાજકોટમાં એક દિવસમાં ૭૯૩.૪૫ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત થયું છે. રાજકોટના વિકાસ માટે સરકાર તત્પર હોવાનું અને વિકાસ કામો માટે મોઢે માગી ગ્રાન્ટ આપી રહી હોવાનું જણાવતાની સાથે જ મુખ્યમંત્રીના આ ઉદગારોને ઉપસ્થિતિઓ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech