મોદીએ લખેલું ગીત એબન્ડન્સ ઈન મિલેટ્સ ગ્રેમી એવોર્ડ માટે નોમીનેટ

  • November 11, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગ્રેમી એવોર્ડસ 2024ની બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીતને નોમિનેટ કરવામાં આવ્યું છે, આ એ જ ગીત છે જેમાં પીએમ મોદીએ ફાલુ અને તેના પતિ ગૌરવ શાહ સાથે સહયોગ કર્યો હતો. આ ગીત વિશ્વભરના લોકોને જાડાં ધાન્ય, શ્રીઅન્નનું મહત્વ જણાવવા માટે બનાવવામાં આવ્યું હતું.

આ વર્ષના ગ્રેમી એવોર્ડ માટે નોમિનેશનમાં અબ્યુડન્સ ઇન મિલેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ એ જ ગીત છે જે પીએમ મોદીએ ગાયક ફાલુ સાથે વિશ્વનેજાડાં ધાન્ય, શ્રીઅન્નના ફાયદા જણાવવા માટે લખ્યું હતું. આ ગીત ફાલુ એટલે કે ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહે ગાયું છે. ખાસ વાત એ છે કે આ ગીતમાં પીએમ મોદી પણ જોવા મળી રહ્યા છે.

પીએમ મોદીના સૂચન પર, વર્ષ 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. પીએમ મોદી બરછટ અનાજને દેશના આહારનો મુખ્ય ભાગ બનાવવા પર સતત ભાર આપી રહ્યા છે. બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું. આ ક્રમમાં, પીએમ મોદીએ ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ સાથે મળીને એક ગીત લખ્યું હતું, જેથી વિશ્વને બાજરીના ફાયદાઓથી પરિચિત કરી શકાય. એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીતને ગ્રેમી એવોડ્ર્સની બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. અબન્ડન્સ ઇન મિલેટ્સ ગીત 16 જૂને રિલીઝ થયું હતું. આ ગીતના રિલીઝ પહેલા ફાલ્ગુની શાહે પોતે કહ્યું હતું કે આ ગીત પીએમ મોદીએ મારા અને મારા પતિ ગૌરવ શાહ સાથે મળીને લખ્યું છે. તેમણે કહ્યું હતું કે આ ગીત આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પીએમ મોદી પણ જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application