ભારતના યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ કોવિડ રસીકરણથી વધ્યું નથી: અભ્યાસ

  • October 31, 2023 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં કોવિડ-19 રસીકરણથી યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ પોતાના અભ્યાસમાં આ દાવો કર્યો છે. અધ્યયન મુજબ, અચાનક મૃત્યુનું જોખમ વધારતા પરિબળોમાં કોવિડને કારણે અગાઉ હોસ્પિટલમાં દાખલ થયેલા હોવું, મૃત્યુના થોડા સમય પહેલા વધુ પડતું દારૂનું સેવન કરવું અને વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ જેવી અમુક વર્તણૂકોનો સમાવેશ થાય છે.


અઈસીએમઆર અભ્યાસને ટાંકીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રવિવારે ગુજરાતના ભાવનગરમાં જણાવ્યું હતું કે જે લોકોએ કોવિડની ગંભીર બીમારીનો ભોગ લીધો છે તેઓએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ પડતી કસરત કરવી જોઈએ નહીં.સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં તંદુરસ્ત યુવાન પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુના અહેવાલોએ સંશોધકોને સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કયર્િ હતા. તેમણે કહ્યું કે આ અચાનક થઇ રહેલા મૃત્યુઓના કારણે ભય પેદા થયો હતો કે આ મૃત્યુ કોવિડ -19 અથવા રોગ સામે રસીકરણ સાથે સંબંધિત હોઈ શકે છે. આ અભ્યાસ ભારતમાં તંદુરસ્ત યુવાન વયસ્કોમાં ન સમજાય તેવા કારણોથી થતા અચાનક મૃત્યુ પાછળના પરિબળોની તપાસ કરવા માટે હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસમાં 18-45 વર્ષની વયના દેખીતી રીતે સ્વસ્થ વ્યક્તિઓના અહેવાલો સામેલ હતા જેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ન હતી. 1 ઓક્ટોબર, 2021 અને માર્ચ 31, 2023 ની વચ્ચે અજાણ્યા કારણોસર જેનું અચાનક અવસાન થયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે દરેક કેસ માટે, વય, લિંગ અને સ્થાનના આધારે મેચિંગ માટે અન્ય ચારની પસંદગી કરવામાં આવી હતી.

સંશોધકોએ અભ્યાસ માટે મૃત્યુના 729 કેસ અને 2,916 નિયંત્રિત લોકોની નોંધણી કરી અને બંનેના વિવિધ પાસાઓ, જેમ કે તેમનો તબીબી ઇતિહાસ, ધૂમ્રપાન, દારૂનો ઉપયોગ અને તીવ્ર શારીરિક પ્રવૃત્તિ જેવા વર્તણૂકો વિશે માહિતી એકત્રિત કરી, શું તેઓ કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા કે કેમ અને શું તેને કોઈ રસી આપવામાં આવી હતી?જેવી વિવિધ માહિતીની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. આ અભ્યાસ મુજબ, કોવિડ -19 રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી, પરંતુ રસીએ પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ ઘટાડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application