રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં અંતિમ ક્રમે ક્રમાંક નં.૬૩ ઉપર સભા સંચાલનના નિયમો બાબતેની દરખાસ્ત હતી જેમાં મહાપાલિકાની કોઇ પણ પેટા કમિટિ, સ્ટેન્ડિંગ કમિટિ કે જનરલ બોર્ડ મિટિંગ સહિતની બેઠકોમાં થયેલા કોઈ પણ ઠરાવની નકલ મેળવવાની ફી ૧૯૭૭થી આજ દિવસ સુધી ૫૦ પૈસા હતી તેમાં ૪૦૦૦ ગણો વધારો કરી હવેથી કોઇ પણ ઠરાવની નકલ મેળવવા માટે પ્રતિ ઠરાવ દીઠ .૪૦૦૦ની ફી વસુલવાની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરી આશ્ચર્યજનક નિર્ણય કરવામાં આવ્યો હતો. અલબત્ત આ ઉંચો દર ફકત જનતાને જ લાગુ પડશે નગરસેવકો અને મહાપાલિકાના માન્ય યુનિયનોના કર્મચારી નેતાઓને નહીં !!
દરમિયાન સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં ઠરાવની નકલની ફી ૫૦ પૈસા વસુલવામાં આવે છે જે દર ૧૯૭૭માં મતલબ કે આજથી ૪૭ વર્ષ પૂર્વે નિયત કરવામાં આવ્યો હતો જેથી હાલ ૨૦૨૪માં આ દર ખૂબ ઓછા જણાતા હોય વધારો કરવાની જરિયાત જણાતા હવેથી દરેક ઠરાવની નકલના પ્રતિ ઠરાવ દીઠ .૨૦૦૦ વસુલવા આજે નિર્ણય કર્યેા છે અને હવે ટૂંક સમયમાં જ તેનો અમલ શ કરાશે.
યારે મ્યુનિ.અધિકારી સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ આજે મંજુર થયેલી ઉપરોકત દરખાસ્ત સરકારમાં મંજૂરી અર્થે જશે ત્યારબાદ ત્યાંથી પરત આવ્યે કમિશનર તરફથી વહીવટી મંજૂરી અપાશે અને નવા દર લાગુ થશે. નિયમ મુજબ આ પ્રક્રિયા માટે વાંધા સૂચનો પણ મંગાવવાના રહે ! જો કે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોયા વિના પૂર્વ મંજૂરીની અપેક્ષાએ આજે મંજુર થયેલો .૨૦૦૦નો દર વસુલવાનું શ કરી શકાય છે અને તે મુજબ વસુલાત શ કરી દેવાની ગણતરી પણ છે.
એકંદરે સામાન્ય નાગરિકોને ન પરવડે તેટલી તોતિંગ રકમની ફી મંજુર કરાતા એવો સવાલ ઉઠો છે કે શું શાસકો એવું નથી ઇચ્છતા કે તેઓ શું કરી રહ્યા છે તેની માહિતી સામાન્ય નાગરિકો સુધી પહોંચે ?! એકંદરે આટલો ઉંચી ફી મંજુર કરતા સામાન્ય નાગરિકો ઠરાવની નકલ લેવા આવતા બધં થશે અથવા આવી અરજીઓનું પ્રમાણ ઘટી જશે જેથી અધિકારીઓનું કામ ઘટશે, બીજી બાજુ નગરસેવક માંગે તો ઠરાવની નકલ મફત આપવી તેવું ઠરાવાયું હોય ઠરાવની નકલ મેળવવાના .૨૦૦૦ ચૂકવવા ન પડે તે માટે લોકો નગરસેવકો પાસે જતા થશે. આટલી ઉંચી ફી મંજુર કરવાનું કારણ આવક ઉભી કરવાના હેતુથી તો ન જ હોઈ શકે ! પરંતુ લોકોને સરળતાથી માહિતી ન મળે તેવો હોવાની શંકા પ્રવર્તી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech