તાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ

  • December 23, 2024 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના તાંત્રિકીયાચોકમાં ઘણા વર્ષોથી ચાલતી અંધશ્રધ્ધાનું નિરાકરણ આવ્યુ છે અને સોબરગ્રુપે રાત્રિ જાગરણ કરી અંધશ્રધ્ધા ફેલાવનારાઓને શોધી કાઢયા હતા તેમજ ગોળાકાર સર્કલ બનાવી દેતા તંત્રવિધિ માટે હવે કોઇ બેસી શકે નહીં તેવી વ્યવસ્થા ગોઠવી આપી હતી.
સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા તાંત્રિકીયા ચોકમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી તે ચોક કાયદાકીય પરમિશન મેળવી છે રાત્રી નું જાગરણ કરી અને સાત જેટલા વ્યક્તિ ઓને પકડી પાડેલા અને તેમની પાસે થી મેળવેલ માહિતી મુજબ તે દરેક કોઈ ના કોઈ રીતે ભુવાના સંપર્ક આવેલ છે અને દરેકને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે ત્યારે સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા તેમને ખોટી રીતે અંધશ્રદ્ધા મા ના પડે એવી વાત કરી અને જવા દીધેલ છે.પોરબંદરના ભુવા નું નામ સરનામું પણ મેળવેલ છે જે હવે પછી વોચ ગોઠવેલ છે અને તેમનો પણ ટુક સમય માં પર્દાફાશ કરવામાં આવશે. જાગરણ દરમિયાન માલુમ પડેલ કે અહીથી અમુક એકલા નીકળતા માણસો ડરતા હતા.તે જગ્યાએ અંધશ્રધ્ધા ફેલાવવામાં આવતી હતી તે જગ્યાએ હવે પછી કોઈ દોરાધાગા, નારિયેળ પૂતળી, ઈંડા, કંકુ, તાવડી, બગડી,ચૂંદડી, ખીલી, કાળા તલ જેવી વસ્તુ ના રાખી શકે માટે ત્યાં પણ વ્યવસ્થિત સર્કલ સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા બનાવવામાં આવેલું છે.આ સર્કલ સોબર ગ્રુપ ઓફ પોરબંદરના સ્વખર્ચે નગર પાલિકાની પરમિશન લઇ અને બનાવેલ છે.રાત્રી જાગરણ અભિયાનમાં સોબર ગ્રુપ ઓફ પોરબંદર ના પ્રમુખ વીનેશ ભાઈ ચોલેરા ઉપપ્રમુખ  ભીખુ ભાઈ મહેતા, જય મજીઠીયા, હિતેશ ભાઈ ચંદારાણા, વિપુલ ભાઈ અમલાણી, બલરામ ભાઈ તન્ના, નિખિલ ભાઈ સોમૈયા, કૈલાશ ભાઈ સિમરિયા, રાજ ભાઈ પોપટ. રાજ ભાઈ માવાણી, કિશોર ભાઈ સોનિગ્રા, તુષાર ભાઈ અટારા, હરીશ ભાઈ ઠકરાર, હિતેન ભાઈ પાઉં, રાજ ભાઈ મજીઠીયા, દીપક ભાઈ. ચુડાસમાએ સાથ અને સહકાર આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application