સરકારી શાળાની દિવાલ પાછળ ખડકાયેલું દબાણ દૂર કરાયું

  • December 18, 2023 03:23 PM 

મહાપાલિકા દ્વારા શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારની સરકારી શાળાની દિવાલ પાછળ ઓરડી અને પતરાના છાપરા સહિતના દબાણો હટાવી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.


શહેરને દબાણમુક્ત કરવા માટે મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા હાથ ધરાયેલુ અભિયાન એક વર્ષ કરતા પણ વધુ સમયથી જારી રહ્યું છે. અને આ અભિયાનમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં કાચા-પાકા દબાણોનો સફાયો કરાયો છે. અને હજુ પણ દરરોજ જુદાજુદા વિસ્તારોમાં મ્યુ. કમિશ્નરની સૂચના હેઠળ દબાણ હટાવ સેલની ટીમો દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે.

જે મુજબ આજે શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દબાણ હટાવ ટીમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની વીર સાવરકર પ્રાથમિક શાળાની દિવાલની પાછળ વર્ષો થી ખડકાયેલા નાના-મોટા દબાણોનો સફાયો કર્યો હતો., આજે દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શાળાની દિવાલ પાછળ ઓરડી, પતરાના બનાવાયેલા છાપરા, ઓટલા તેમજ કેબીનો અને લારી, ગલ્લા સહિતનું તમામ દબાણ હટાવી જગ્યાને દબાણ મુક્ત કરવામાં આવી હતી.


મહાનગર પાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજે પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી કેબીનો અને લારી, ગલ્લા સહિતનો માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન લોકોના ટોળા ઉમટ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application