રાજયના PSI કક્ષાના પોલીસ સ્ટેશનોમાં પીઆઈની પોસ્ટ મુકાશે: ગૃહમંત્રી સંઘવી

  • February 21, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજયમાં કાયદો, વ્યવસ્થા, સુરક્ષા વધુ સુદ્રઢ અને સંગીન બને તે માટે રાય સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવાવા જઈ રહ્યો છે. આજે વિધાનસભામાં રાયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી હતી કે, હવે રાયમાં પીએસઆઈના પોસ્ટિંગવાળા પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરવામાં આવશે. ચાલુ વર્ષે આવા ૨૦૦ પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને ત્યાં પીઆઈના પોસ્ટિંગ કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં એક–એક આઈટી નિષ્ણાતની પણ નિમણૂક કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે.
તાજેતરમાં જ રાયના રજૂ થયેલા બજેટમાં ગૃહ વિભાગમાં નાણા ફાળવણી અને ગ્રામ્ય સુરક્ષા વધુ સારી થઈ શકે તે માટે ગ્રામ લેવલની ચોકીઓ (આઉટ પોસ્ટ)માં જમાદાર કે એએસઆઈના બદલે પીએસઆઈના પોસ્ટિંગ કરાશેનું જાહેર થયું હતું. રાયના અત્યારે ચાલી રહેલા વિધાનસભા સત્રમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ડિપાર્ટમેન્ટને લગતી એક જાહેરાત કરી હતી જેમાં રાય સ્તરે પોલીસ સ્ટેશનોમાં ફેરફાર થશે. અત્યારે જે પોલીસ સ્ટેશનોમાં પીએસઆઈ કક્ષાની પોસ્ટ છે આવા પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરીને ત્યાં પીઆઈ કક્ષાના કરવામાં આવશે. હાલ તુરતં યાં જનસંખ્યા વધુ છે. ક્રાઈમ રેસિયો વધુ હશે એવા ૨૦૦ પોલીસ સ્ટેશનો પ્રારંભિક તબક્કે સિલેકટ કરાશે અને આ તમામ પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવશે. અત્યાર સુધી જયાં પીએસઆઈ કક્ષાના અધિકારીથી ચાલતા આવા પોલીસ સ્ટેશનોમાં પોલીસ ઈન્સ્પેકટરની નિમણૂક કરાશે. ગૃહમંત્રીએ આથી વિશેે જાહેરાત કરતા વિધાનસભામાં જણાવ્યું હતું કે અત્યારે જે રીતે સાઈબર ક્રાઈમનો ગ્રાફ આગળ ધપી રહ્યો છે તેને અટકાવવા માટે પણ સરકાર કટિબધ્ધ છે અને પોલીસ સ્ટેશનોમાં એક–એક આઈટી એકસપર્ટની પણ નિમણુૂક કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application