ભારે થી અતિભારે વરસાદના પરિણામે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે આ નુકસાનીનો અંદાજ રાય સરકાર દ્રારા મેળવવામાં આવ્યો હતો જેના આધારે ૧૦૦૦ કરોડનું રાહત પેકજ તૈયાર કરવામા આવ્યું છે જે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ચૂકયું છે.ટૂંક સમયમાં અતિવૃષ્ટ્રિથી કૃષિ પાકને ભારે નુકસાન થતા ખેડૂતો માટે લગભગ ૧ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવા તૈયારી કરાઇ રહીં છે. જેનો લાભ અસરગ્રસ્ત ૪ લાખ જેટલા ખેડૂતોને થશે. કૃષિ પાકને નુકસાનનો સર્વે પૂર્ણ કરાયા બાદ તેનો અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં સોંપાય ગયો છે. ખેડૂતોને આર્થિક ફટકો પડા બાદ દિવાળી પહેલા સરકાર પેકેજ જાહેર કરી સહાય કરે તેવી સંભાવના છે.
ચોમાસામાં સમયાંતરે ભારે વરસાદ ખાબકતા સંખ્યાબધં ખેડૂતો માટે ખરીફ સિઝનમાં પાકની ઉપજના બદલે નુકસાન વધુ થયું છે. ઓગસ્ટના અંતથી લઇને સપ્ટેમ્બરની શઆત સુધી સૌરાષ્ટ્ર્ર, મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાયના ૧૪ જેટલા જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા ડાંગર,કપાસ, મગફળી અને બાગાયતમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોનો સેંકડો હેકટરમાં પાક બરબાદ થયો હતો. પાકને નુકસાન સાથે ખેડૂતોના ખેતરમાં પણ જમીનનું ધોવાણ થયું હતું. તેથી રવી સિઝન માટે પણ ખેતી કરવાનું ભારે મુશ્કેલ થયું છે. રાય સરકાર દ્રારા
ખેડૂતોને સહાયનો નિર્ણય લેવાઇ ગયો છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
આ અગાઉ જુલાઇમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત ૯ જિલ્લ ાના ખેડૂતો માટે સરકારે વિધાનસભા સત્ર દરમિયાન એસડીઆરએફના ધારાધોરણ મુજબ . ૩૫૦ કરોડનું પેકેજ જાહેર કયુ હતું. રાહત પેકેજમા જુલાઈમાં જૂનાગઢ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ ૪૫ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતાં આશરે ૪,૦૬,૮૯૨ હેકટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં ૨૭૨ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેને આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડનાં ધારા-ધોરણો મુજબ પાક નુકસાન માટે સહાય આપવામા આવી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા પડેલા ભારેઙ્ખી અતિ ભારે વરસાદના પરિણામે ખેડૂતોને થયેલા નુકસાન બદલ કેન્દ્રીય ધારા ધોરણ અને રાજ્યના ધારા ધોરણ મુજબ 1000 કરોડના પેકેજની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે જેની ગણતરીના દિવસોમાં જાહેરાત કરવામાં આવશે. મહદ અંશે આગામી કેબિનેટ ની બેઠક બાદ તરત જ પેકેજની જાહેરાત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech