પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પર ઓવરસ્પીડે જતા વાહનો ઉપ વોચ ગોઠવીને કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઇન્ટરસેપ્ટર કાર દ્વારા તપાસ હાથ ધરી વિશ્ર્વાસ પ્રોજેકટ દ્વારા લગાડેલ સી.સી. ટી.વી. કેમેરા દ્વારા ઇ-ચલણ આપવામાં આવી રહ્યા છે.પોરબંદર જિલ્લાના હાઇવે પર વાહનચાલકો દ્વારા ઓવરસ્પીડથી ચલાવવામાં આવતા હોય છે. વધુ ગતિએ કાર ચલાવતા વાહનચાલકોને ટ્રાફિક શાખા પોરબંદરની ઇન્ટરસેપ્ટર કાર તથા વિશ્ર્વાસ પ્રોજેકટ દ્વારા લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા ઇ-ચલણ આપવામાં આવે છે. જે નીચે મુજબના દંડના ઇ-ચલણ આપવામાં આવે છે.ઓવરસ્પીડના ભંગ બદલ પ્રથમ વખત દંડની રકમ ૨૦૦૦ ા અને બીજી વખત દંડની રકમ ૩૦૦૦ ા, બે કરતા વધારે વ્યક્તિઓને મોટર સાયકલ પર બેસાડે તેના માટે પ્રથમ વખત દંડ ૧૦૦ ા અને બીજી વખત ૧૦૦ ા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી વખતે પ્રથમ વખત દંડ ૫૦૦ ા અને બીજી વખત ૧૦૦૦ ા, નોન એચ.એસ. આર.પી. નંબરપ્લેટ ટુ વ્હીલર વાહન માટે પહેલી વખત ૩૦૦ ા, થ્રી વ્હીલર વાહન -૪૦૦, ફોર વ્હીલર વાહન-૫૦૦, સીકસ વ્હીલર વાહન માટે ૧૦૦૦ ા અને બીજી વખત ટુ વ્હીલર વાહન માટે દંડ ૩૦૦, થ્રી વ્હીલર વાહન માટે -૪૦૦, ફોર વ્હીલર વાહન-૫૦૦, સીકસ વ્હીલર વાહન માટે ૧૦૦૦ ા દંડ વસુલવામાં આવે છે. ઘણા વાહનચાલકો દ્વારા સમય મર્યાદામાં ઇ-ચલણ ભરવામાં આવતા નથી. જેથી આવા વાહનચાલકો વિધ્ધ કાર્યવાહી કરવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ટ્રાફિક પી.એસ.આઇ. કે.બી.ચૌહાણ તથા કે.એન. અઘેરાને સૂચના આપેલ છે. જેથી જે વાહનચાલકો, માલિકોના ઇ-ચલણ ભરવાના બાકી હોય તેઓેએ પાંચ દિવસમાં પોતાના મોબાઇલમાં આવેલ મેસેજમાં જણાવ્યા મુજબની લીંક દ્વારા ઓનલાઇન દંડની રકમ ભરપાઇ કરવી અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ (નેત્રમ) શાખા, પોલીસ અધિક્ષકની કચેરી પાછળ, પોરબંદર ખાતે બ પણ દંડની રકમ ભરી શકે છે, તેમ છતા ઇ-ચલણ મુજબ દંડની રકમ ભરપાઇ કરવામાં નહી આવે તો વાહન ચેકિંગ દરમ્યાન પેન્ડીંગ ઇ-ચલણવાળા વાહનો મળી આવ્યે સ્થળ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની દરેક જાહેર જનતાએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
ત્રણ ઇસમોની થઇ ધરપકડ
પોરબંદરના દેગામ ગામની પબડી સીમમાં રહેતા મનીષ દિનેશ ઓડેદરાને પોરબંદરના જી.આઇ.ડી.સી.માં વે બ્રીજ પાસેથી પીધેલી હાલતમાં બાઇક ચલાવતા પોલીસે પકડી પાડયો હતો. કુતિયાણાના ખાગેશ્રી ગામે રહેતા કિશોર ઉર્ફે કલ્પેશ કનુ ચાવડા તથા નવાપાડાના પરેશ ઉર્ફે પરમેશ રામજી ગોહેલને નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMઅમેરીકી SEC દ્વારા ગૌતમ અને સાગર અદાણીને સમન્સ, 21 દિવસમાં જવાબ માંગ્યો
November 23, 2024 08:33 PMAmerica: ટ્રમ્પે પામ બોન્ડીને બનાવ્યા અટાર્ની જનરલ, વિવાદ બાદ મૈટ ગેટ્સે પાછું ખેંચ્યું હતુ નામ
November 23, 2024 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech