નવી રીબેટ યોજના સરકારમાં મંજુરી માટે મોકલાઇ

  • August 25, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે જનરલ બોર્ડ ઠરાવ નંબર ૧૧૬(એ) તા.૨૦/૦૨/૨૦૨૩થી મંજુર થયા અનુસાર તા. ૧૦/૦૭/૨૦૨૩ થી તા. ૨૩/૦૮/૨૦૨૩ સુધી મિલકત વેરા તથા પાણી ચાર્જમાં એડવાન્સ ટેકસ રિબેટ યોજના શહેરીજનો માટે આપવામાં આવેલ. વર્ષ ૨૦૨૩-૨૪ માટેના મંજુર થયેલ વેરાના કર-દરમાં કરેલ વધારા સામે શહેરીજનો દ્વારા રાહત આપવા કરેલ અરજીના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.૧૭/૦૮/૨૦૨૩ના જનરલ બોર્ડમાં કર-દર ઘટાડો મંજુર કરેલ છે જે પુન: રાજ્ય સરકારની મંજૂરી અર્થે મોકલેલ છે.
રાજ્ય સરકારની મંજૂરી મળ્યે અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયે કર-દર ઘટાડો અમલમાં આવે તેમ હોય, સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટે હાલે એડવાન્સ ટેક્સ રિબેટ યોજનામાં જે કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભરપાઈ કરેલ છે, તે તમામને વધુ ભરેલ રકમ જમા આપવામાં આવશે, તેમ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે.
જે કરદાતાઓએ ટેકસ વધારાને લીધે એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો લાભ લીધેલ નથી, તેઓ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરીથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના કર-દર ઘટાડાને રાજ્ય સરકારશ્રીની મંજૂરી મળ્યે અમલમાં મૂકવામાં આવશે જેની તારીખો શહેરીજનો / કર-દાતાઓ માટે અલગથી જાહેર કરવામાં આવશે.
હાલે અમલી એડવાન્સ ટેકસ રિબેટ યોજના તા.૨૩/૦૮/૨૦૨૩ના રોજ પૂર્ણ થતી હોય, યોજનાના આખરી દિવસો હોય, શહેરીજનોને યોજનાનો લાભ લેવા જામનગર મહાનગરપાલિકા અનુરોધ કરે છે અને કર-દરમાં ઘટાડાનો લાભ જે તે કરદાતાઓને ટેકસ લેઝરમાં ક્રેડિટ આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application