ધંધો-રોજગાર શરૂ કરવા મહાપાલિકા દ્વારા બેંકો મારફતે બે લાખ સુધીની લોન અપાશે

  • October 11, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખ દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છેકે, દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ-રોજગાર બેંકેબલ યોજના ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.2,00,000ની મહત્તમ મયર્દિામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવા પાત્ર છે. તથા આ યોજનાના લાભાર્થીને 7 ટકાથી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવા પાત્ર છે.
યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનાનું બીપીએલ કાર્ડ, બી.પી.એલ., રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ,જાતિ, અનુ જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષ થી 7 વર્ષ રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકર ભવન એનયુએલએમ સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.


આટલા પ્રમાણપત્રો આપવાના રહેશે
 પાસપોર્ટ ફોટોગ્રાફ -2
 ચુંટણી કાર્ડ
 આધાર કાર્ડ
 પાન કાર્ડ
 સ્કુલ લીવીંગ/ જન્મનો દાખલો
 મકાન વેરાબિલ
 ડ્રાઈવિંગ લાયસન્સ (વાહન લોન માટે)
 લાઈટબિલ
 ભાડે રહેતા હોયતો ભાડા ચિઠ્ઠી/ સહમતી પત્રક
 ક્વોટેશન ઓરિજિનલ
 બેંક ખાતાની પાસ બુકની નકલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News