ધ્રોલના ભૂચર મોરીના મેળામાં ગયેલા એક યુવકનો મોબાઇલ ફોન ચોરાયો

  • September 25, 2023 11:40 AM 

મેઘપરમાં ગુજરી બજારમાં ખરીદી અર્થ  ગયેલા એક આઘેડનો મોબાઇલ ફોન ચોરાયો


જામનગર જિલ્લાના ધ્રોળ માં ભૂચર મોરીના મેળામાંથી એક યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો છે, જ્યારે મેઘપર માં ગુજરી બજારમાં ખરીદી અર્થે ગયેલા એક પ્રૌઢનો મોબાઈલ ફોન ચોરાયો છે.


જામનગરમાં જિલ્લા ના ધ્રોળ માં રહેતા અને ખેતી કામ કરતા નિલેશભાઈ દામજીભાઈ ભીમાણી નામના ખેડૂત યુવાનનો ભુચર મોરીના મેળામાંથી મેળા માં રૂપિયા ૧૯,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન ચોરાયો છે.


આ ઉપરાંત લાલપુર તાલુકાના મોટી ખાવડી મા રહેતા અશોકકુમાર થાપા નામના નેપાળી આઘેડ કે જેઓ મેઘપરમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી માટે ગયા હતા, તે દરમિયાન તેમના ખિસ્સામાંથી કોઈ તસકરો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ મેઘપર પોલીસ મથક માં નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application