જે સભ્યના નામનું વ્હીપ આવશે તેને જામનગર જિલ્લા બેંકના ચેરમેનનો તાજ

  • December 25, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે જામનગરના પ્રભારી અને પ્રદેશના નેતા ભાનુભાઇ મહેતા ડીસ્ટ્રીક્ટ બેંકના સભ્યોની સેન્સ લેશે: તા. ર9મીએ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે: હાઇ કમાન્ડ જેના પર થશે મહેરબાન તે બનશે ‘પહેલવાન’


જામનગર જીલ્લા સહકારી બેંકની ચૂંટણી વર્ષાંતે યોજાઇ રહી છે ત્યારે આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ભાજપની ગુજરાતની હાઇકમાન્ડ જેના માથા પર હાથ રાખશે તેને ચેરમેન પદનો તાજ મળશે, અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણી રસાકસીભરી બનતી હતી, પરંતુ હવે જ્યારે ડીસ્ટ્રીક્ટ બેંક પર ભાજપ પ્રેરિત જૂથનો દબદબો હોવાથી ચેરમેન પદની નિમણુંક પણ એક રીતે સરળ થઇ ગઇ છે અને હાઇકમાન્ડ કહે તે મુજબ થતું હોવાથી આ વખતે પણ એ જ પ્રક્રિયા અનુસરવામાં આવે એવા સંકેતો મળે છે, આ સંજોગો વચ્ચે આજે પ્રદેશના નેતા દ્વારા ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીના અનુસંધાને સેન્સ લેવામાં આવશે.


આગામી તા. ર9 ડિસેમ્બરના રોજ જિલ્લા બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી. અને જીએસસી બેંકના પ્રતિનિધિ એટલે કે આ ચાર મહત્વના હોદ્દા માટે ચૂંટણી થવાની છે, જો કે આ ચૂંટણી નિમણુંકનું સ્વપ લઇ લ્યે અને ઉપરથી જે નામ આવે તેને ચેરમેન પદની ખુરશી આપી દેવામાં આવશે, એવું કહેવું વધુ ઉચિત લાગે છે.


જીલ્લા બેંકની ચૂંટણીની પ્રક્રિયા તો થવાની જ છે અને ફોમર્લિીટીઓ પણ પૂરી કરવામાં આવશે, તેના જ ભાગપે આજે જામનગર આવી રહેલા પ્રભારી તથા ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાન ભાનુભાઇ મહેતા દ્વારા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન સહિતના ચાર હોદ્દા માટે 16 સભ્યો પાસે સેન્સ લેવામાં આવશે અને તેઓ અહેવાલ પ્રદેશને સુપ્રત કરશે.


જે રીતે સંકેતો મળી રહ્યા એ મુજબ ભાજપની હાઇકમાન્ડ ચેરમેન પદ માટે બંધ કવરમાં વ્હીપ આપશે અને તે અનુસંધાને ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન સહિતના હોદ્દા નક્કી થશે, અત્રે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી કદાચ એ બાબતને ઘ્યાનમાં રાખીને પણ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન નક્કી થઇ શકે છે, જોઇએ, પસંદગીનો કળશ કોના પર ઢોળાય છે ?

ભૂતકાળમાં જ્યારે જામનગર જિલ્લા બેંકની ચૂંટણીની પ્રક્રિયા થતી હતી ત્યારે કોણ બનશે ચેરમેન ? તેની ગંધ અગાઉથી આવી જતી હતી, પરંતુ સહકારી ક્ષેત્રના બેંકની જ્યારથી ભાજપ પ્રેરિત જૂથનું વર્ચસ્વ છે, એ પછીથી ભાજપની રણનીતિ અનુસાર વિગતો ગુપ્ત રહે છે અને કોઇ અંદાજો મેળવી શકાતો નથી કે, સત્તાનું સુકાન કોને સોંપવામાં આવે છે, આ વખતે પણ આવી જ સ્થિતિ છે, ભાજપ દરેક વખતે પોતાના નિર્ણયોથી વિશ્ર્લેષકોને માથા ખંજવાળતા કરી મૂકે છે, બની શકે કે જિલ્લા બેંકના ચેરમેનના તાજ મુદ્દે પણ કોઇ નવો નિર્ણય હોઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application