હોળી ધુળેટીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જૂનાગઢની બજારમાં ઓટોમેટીક સેન્સર, ટિ્રગર, બામ્બુ, બંધુક અને એક જ સ્વિચ દબાવતા નોન સ્ટોપ રંગોની છોળ ઉડાડતી મેજિક પિચકારી, ઓટોમેટીક લાઈટ થાય તેવી સેન્સર વાળી તલવાર, ગન સહિતનીઅવનવી વેરાઈટીની પિચકારીઓ જોવા મળી રહી છે.આ ઉપરાંત ફ્રટ, ઓર્ગેનિક અને ગુલાલ સહિતના રંગોની માંગ વધી છે.
રંગોના પર્વ હોળી ધુળેટીની દેશભરમાં ઉલ્લ ાસભેર ઉજવણી કરવામાં આવે છે. નાના બાળકો રગં પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેથી અવનવી વેરાયટીમાં બાળકોને મનગમતી પિચકારી જોવા મળી રહી છે.વેપારી નીતુભાઈના જણાવ્યા મુજબ બાળકો માટે અનેક પ્રકારની પિચકારીઓ ઉપલબ્ધ છે. જેમાં સાદી પરંપરાગત પિચકારી ઉપરાંત વોટર ગન, ડબલ પ્રેશર, બેનટેન, સ્પાઇડરમેન, છોટાભીમ ,ડોરીમોન, સેન્સર લાઈટ વાળી તલવાર ,બંધુક, કલર ઉડાડવા પિચકારીની ચાપ દબાવતા અવાજવાગે તેવી ભોપુ પિચકારી, ઉપરાંત ફિલ્મ કલાકાર તથા ક્રિકેટરમાં બુમરાહ, જાડેજા ,કોહલી, બાર્બી ગર્લ, મોટુ પતલુ વાળી ટેન્ક પિચકારીની માંગ થઈ રહી છે. ઠાકોરજીને હોળી પર્વ નિમિત્તે ભરવા મેટલ પિચકારી અને ડોલ પણ મળી રહે છે.
આ વખતે મેજિક બંધુક ગન કે જેની એક જ વખત ચાપ દબાવતા નોન સ્ટોપ જેટ ગતીએ પાણીની છોળ ઉડશે, તલવાર કે ગન આકારની બંદૂકમાં ઓટોમેટીક સેન્સર લાઈટ વાળી પિચકારીની પણ માંગ છે.અિશામક માટે વપરાતા ફાયર એકિંસટગયુવર કે જેનાથી નોન સ્ટોપ ગુલાલ અને કલર લોકો પર છાંટી શકાશે. બાળકો સ્કૂલબેગની જેમ લટકાવી શકે તેવી અવનવા કાર્ટૂન કેરેકટર તથા ફિલ્મી કલાકારો અને ક્રિકેટરો દર્શાવતી .૫૦થી ૧૫૦૦ સુધીની રેન્જમાં અવનવી વેરાઈટીની અને આકારની ૫૦ થી વધુ પિચકારીઓ મળી રહે છે.
હોળીના તહેવારમાં મુખ્ય કલર તો ગુલાલ છે આ વખતે ગુલાલમાં પણ સ્પ્રે અને મોટી સોસાયટીઓમાં સંયુકતમાં રમી શકાય તેવી ગુલાલ સ્પ્રે અને પિચકારીઓ ઉપરાંત ચામડીને એલર્જી ન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી કલર, ફ્રત્પટ અને સ્ટાર્ચ કલર મળી રહે છે.છૂટક કલર ઉપરાંત આ વખતે કલરમાં પણ નમકીન વેરાઈટી ટાઈપના પેકેટ જોવા મળી રહ્યા છે. યુવાઓ માટે કલરના પેકેટ ઉપરાંત કલર સ્પ્રે ની પણ માંગ છે જેમાં પિંક, બ્લુ, પીળો અને નારંગી કલરના સ્પ્રે મળી રહે છે. આ વખતે કલર કે પિચકારીના ભાવ માં કોઈ વધારો થયો નથી. ૧૦થી ૨૦૦ સુધીની વેરાઈટીના પેકેટમાં કલર જોવા મળી રહ્યા છે.જોકે હવે અનેક સ્થળોએ માત્ર શુકન સાચવવા તિલક હોલી કરવામાં આવી રહી છે પરંતુ સોસાયટી અને પાર્ટી પ્લોટમાં રગં રસિયાઓ કલરની છોળ ઉડાડવા તૈયારીઓ કરવા મંડા છે. હવે તો કેસુડાના રંગથી ધુળેટી નો તહેવાર ઉજવવાનો વિસરાઈ રહ્યો છે તે માત્ર મંદિરો પૂરતો જ રહ્યો છે
૧૮થી ૨૦ ટન કલરના વેચાણનો અંદાજ
શહેરીજનો દ્રારા થતી ઉજવણીમાં કલરમાં મકાઈના લોટથી તૈયાર કરાયેલા ઓર્ગેનિક કલરનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી તેની વધુ બોલબાલા છે ધુળેટી પર્વ દરમિયાન હર્બલ કલર, અને ગુલાલની સૌથી વધુ માંગ છે આ વર્ષે શહેરમાં અંદાજિત ૧૮થી ૨૦ ટન કલરનુ વેચાણ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. રગં રસિયાઓ નવરાત્રી ફેસ્ટિવલની જેમ હવે હોળીને પણ એડવાન્સમાં ઉજવવાનો ટ્રેન્ડ શ થયો છે
ઓટોમેટીક નોઝલ ફુગ્ગાની વેરાઈટી
હોળી પર્વમાં પિચકારી થી રંગે રંગવા ઉપરાંત મિત્ર વર્તુળોને અરસપરસ કલરફુલ પાણી ભરેલા ફુગ્ગા ભરી મારવામાં આવે છે. ફુગ્ગા ફુલાવવાના બદલે હવે નોઝલ સાથેના જ મળી રહ્યા છે.નળ નીચે રાખીને ફુગ્ગા ફુલાઈ જાય છે જેથી ફુલાવવાની પણ મહેનત કરવી પડતી નથી.
બુરા ના માનો હોલી હે હેપી હોલી લખેલા ટીશર્ટ
ધુળેટી પર્વની ઉજવણીને લઇ કલરની પણ વિશેષતા રહે છે. સામૂહિક પર્વની ઉજવણી અંતર્ગત ગ્રુપ સર્કલ દ્રારા હેપી હોલી, બુરાના માનો હોલી હે લખેલા ટીશર્ટ ખરીદવાની પણ માંગ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech