દ્વારકામાં પોલીસની જીપ ચોરી કરનાર જામનગરમાં ઝડપાયો

  • December 29, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા પોલીસ સ્ટેશનના પટાંગણમાંથી સરકારી વાહન લઇ શખ્સ ભાગ્યો : હાલારની પોલીસ ધંધે લાગી: ગાંધીધામના શખ્સની પુછપરછ

દેવભુમી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી એક શખ્સ સરકારી બોલેરો ઉઠાંતરી કરીને નાશી છુટતા દોડધામ મચી ગઇ હતી, દ્વારકા પોલીસ દ્વારા સધન તપાસ આદરી હતી અને કેમેરા ચેક કરતા કુરંગા નજીક અને ખંભાળીયા ટોલનાકામાં વાહન ટ્રેસ થયુ હતું, શખ્સ જામનગર તરફ ભાગ્યો હોવાની વિગતોના અધારે જામનગર પોલીસને જાણ કરાઇ હતી, દરમ્યાન જામનગર એલસીબી અને દ્વારકા એસઓજીની ટુકડીએ ગાડી સાથે શખ્સને પકડી લીધો હતો, દ્વારકા લઇ જઇ પુછપરછ કરવામાં આવી રહી છે.
દ્વારકાના દ્વારકાની સરકારી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં ઊભેલી સરકારી બોલેરો જીજે ૧૮-જીબી-૭૨૬૯ સવારે ૮:૧૫ ૮:૩૦ દરમ્યાન કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી ગયેલ. ઘટના અંગેની જાણ થતાં જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરાઇ હતી.
આ અંગેની તપાસ હાથ ધરતા માલૂમ પડેલ કે આ બોલેરો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા અને ખંભાળીયા ટોલ નાકુ પાસ કરી ગયેલ હોય બાજુના જામનગર જિલ્લાને એલર્ટ કરેલ અને ટીમ પણ મોકલેલ. જામનગર એલસીબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંયુકત સર્ચ ઓપરેશનમાં જામનગરના અંબર ચોકડી પાસેથી આ ગાડીને કબ્જે લીધેલ જેમાં એક જ ઇસમ માલૂમ પડેલ. પ્રાથમિક પ્રાપ્ત વિગત અનુસાર આ શખ્સ ગાંધીધામનો મોહીત અશોકભાઈ શર્મા હોવાનું માલૂમ પડેલ. આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application