સામાન દુબઈમાં જ ભૂલીને ફ્લાઈટ દિલ્હી આવી ગઈ

  • November 04, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુબઈથી નવી દિલ્હી આવી રહેલું એક પ્લેન કોઈપણ મુસાફરોના સામાન વગર ટેકઓફ થયું હતું. આ અંગે મુસાફરોએ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પર એર ઈન્ડિયાની ભારે ટીકા કરી છે. એર ઈન્ડિયાએ આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો છે અને મુસાફરોના સામાન સંબંધિત સંપૂર્ણ માહિતી માંગી છે.નવી દિલ્હી ખાતે દુબઈથી આવી રહેલું એક પ્લેન કોઈપણ મુસાફરોના સામાન વગર ટેકઓફ થયું હતું. આ અંગે મુસાફરોએ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ  પર એર ઈન્ડિયાની ટીકા કરી છે. એર ઈન્ડિયાએ આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો છે અને મુસાફરોના સામાન સંબંધિત સંપૂર્ણ માહિતી માંગી છે.એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઆઈ 916એ 30 ઓક્ટોબરની રાત્રે લગભગ 400 મુસાફરો સાથે દુબઈથી ઉડાન ભરી હતી.


નવી દિલ્હી પહોંચેલા મુસાફરોનું કહેવું છે કે આ ફ્લાઈટમાં શરૂઆતથી જ સમસ્યાઓ હતી. પહેલા તેઓને દુબઈ એરપોર્ટ પર ત્રણ કલાક રાહ જોવી પડી અને બાદમાં જ્યારે પ્લેન નવી દિલ્હીમાં ઉતર્યું ત્યારે તેઓએ બે કલાક રાહ જોવી પડી હતી. આરોપ છે કે દુબઈ એરપોર્ટ પર પ્લેનમાં ચઢ્યા પછી મોડું થવા લાગ્યું હતું. ત્યારપછી ઘણા લોકોએ ક્રૂ મેમ્બર્સને પ્લેનમાંથી બહાર નીકળવા દેવાની વિનંતી કરી પરંતુ દર વખતે તેઓએ 15 મિનિટમાં પરિસ્થિતિ ઉકેલાઈ જશે તેમ કહીને મુસાફરોને રોક્યા હતા. આ દરમિયાન નાના બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ, જ્યારે મુસાફરો નવી દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનો સામાન દુબઈમાં જ રહી ગયો છે. એ હકીકત છે કે દર 1000 પેસેન્જરમાંથી એક એવો પેસેન્જર છે જેનો સામાન એરલાઈન્સ દ્વારા ક્ષતિગ્રસ્ત થાય છે અથવા ખોવાઈ જાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application